khissu

મેં મહિનાના અંતમાં વાવાઝોડું! ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે? પ્રિ-મોન્સૂન વરસાદ વગેરે અંબાલાલ પટેલની 13 આગાહી...

છેલ્લા કેટલાક વર્ષોથી માવઠાની વાવાઝોડાની અને વરસાદની ઘણા અંશે સચોટ ઠરતી આગાહી કરનાર અંબાલાલ પટેલ ફરી વર્ષ 2023 ના ચોમાસાને લઈને આગાહી જણાવી છે. આપ સૌ જાણો છો કે હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે સામાન્ય કરતા ચાર દિવસ મોડું ચોમાસુ શરૂ થશે. જ્યારે અંબાલાલ કાકાએ છે ચોમાસાને લઈને આગાહી કરી છે તેમને લઈને ખેડૂતોમાં હર્ષની લાગણી અનુભવાશે.

અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી?
1) વર્ષ 2023 માં ચોમાસુ નિયમિત રહેશે.

2) ગુજરાતમાં 15 થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થશે, જ્યારે 22 જૂન આસપાસ વિધિવત ચોમાસુ બેસશે.

3) મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતમાં વરસાદી થવાની સંભાવના વ્યક્ત કરી છે.

4) આ વર્ષે ચોમાસુ શરૂઆતમાં અને અંતમાં સારું રહેશે જ્યારે મધ્ય ચોમાસામાં ગડબડ થઈ શકે છે.

5) દેશના પર્વતી વિસ્તારમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે તેમને કારણે તાપમાનમાં મહત્તમ ઘટાડો થશે અને 18, 19 તારીખ થી વાતાવરણમાં પલટો આવશે અને આંધી વંટોળ નું પ્રમાણ વધશે.

6) અંબાલાલ પટેલ છે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર રાજસ્થાનના ભાગોમાં આંધી વંટોળ નું પ્રમાણ વધશે.

7) આંધી વંટોળ પછી વરસાદની શક્યતા પણ જણાવી છે અને પ્રિમોન્સૂન એક્ટિવિટી વધશે. 22 થી 24 વચ્ચે પ્રી-મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

8) મેં મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં મધ્યમ પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા તેમણે જણાવી છે.

9) મે મહિનાના અંતમાં અલગ અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળશે કારણ કે અરબી સમુદ્રની હલચલ, પ્રીમોન એક્ટિવિટી, બફારો, વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.

10) ભારતના ચોમાસા પર અલનીનો અસર પડશે તેવી પણ તેમણે આગાહી કરી છે. અલનીનો એટલે ઉત્તર ઓસ્ટ્રેલિયાથી ભારે હવાનું દબાણ હોય અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં હવાનું દબાણ હલકુ હોય આમ થવાથી વરસાદ ઓછો આવતો હોયછે.

11) અલનીનો માં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ ગોળાર્ધની પણ અસરો થતી હોય છે તેમણે કહ્યું હતું કે દક્ષિણ મહાસાગરમાં અલનીનો હોવા છતાં સાનુકૂળ વાતાવરણ હશે તો વરસાદ સારો રહેશે. આમ ભારતનુ હવામાન સારું રહેશે તો સારો વરસાદ રહેવાના સંકેતો તેમણે આપ્યા હતા. 

12) ગુજરાત 28મે થી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું ગણાય છે. 

13) 28 મે પછી અરબી સમુદ્રમાં હલચલ વધવાની શક્યતા છે જોકે હળવું વાવાઝોડું સક્રિય થશે તેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં આવવાની સંભાવના છે.