khissu

આજે સામાન્ય ઝાપટાં; પછી આટલા દિવસ નહીં પડે વરસાદ, જાણો કારણ? ફરી રાઉંડ ક્યારે?

આજે 14 તારીખે દિવસે બધી બાજુ ગાજવીજ વાળા વરસાદ વિસ્તારો જોવા મળશે, પરંતુ છેલ્લાં બે દિવસ કરતા વરસાદ વિસ્તારોમાં ઘટાડો નોંધાશે. આજે રાત્રે પણ સામાન્ય હળવા ઝાપટાં જ જોવા મળશે. આવતી કાલથી 15,16,17,18 તારીખ સુધી વરસાદ વિસ્તારોમાં સાવ ઘટાડો નોંધાશે. અથવા તો ઘણાં વિસ્તારોમાં નહિવત્ વરસાદ પણ પડી શકે છે. Whether મોડેલ મુજબ 19 તારીખ પછી ફરી નાનો વરસાદ રાઉંડ આવી શકે છે.

વરસાદની આગાહી ઘટશે? આજે દક્ષિણ સૌરાષ્ટ્ર કોસ્ટલની સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે. જે ગઇકાલના વિસ્તારો કરતાં પ્રમાણમાં ખૂબ જ ઓછી રહેશે. ત્યાર બાદ કોઈ સિસ્ટમ સક્રિય ના બનવાને કારણે વરસાદ આગાહી ઘટી જશે. 

થઈ જાવ તૈયાર; આવી રહ્યો છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ, જાણો કઈ તારીખથી?

ગુજરાતમાં 12-14 તારીખ વચ્ચે અરબી સમુદ્રની સિસ્ટમની અસર (UAC) ગુજરાત પર આવવાને કારણે આગાહી કરવામાં આવી હતી, જે મુજબ વરસાદ પણ પડ્યો હતો. જોકે આજથી આ સિસ્ટમની અસર ઘટી જશે અને વરસાદ પણ. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 13 જૂને દક્ષિણ ગુજરાતથી દીવ-વેરાવળ સુધી ચોમાસું બેસી ગયું છે. સામાન્ય તારીખ કરતા ચોમાસુ બે દિવસ અગાઉ ગુજરાતમાં પહોંચી ગયા છે. હાલમાં અરબી સમુદ્રમાં UAC સક્રિય છે જેમણે કારણે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો હતો.

નક્ષત્ર બદલાશે; ભરપૂર વાવણી લાયક વરસાદ લાવશે, ગુજરાત જાણો ક્યારે?

19 તારીખ પછી વરસાદનો એક રાઉંડ આવી શકે છે.
ગુજરાત પર 19 તારીખ પછી ફરી વરસાદના ઉજળા સંજોગો બને તેવું વેધર ડેટા જણાવી રહ્યા છે. હાલમાં અરબી સમુદ્ર વરસાદના પરિબળો માટે થોડી નબળી છે, જ્યારે બંગાળની ખાડી સાવ ડીએક્ટિવ જેવી છે. જોકે 19 તારીખ પછી ભારતમાં ઘણા બધા રાજ્યો, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ હશે જેમને કારણે વરસાદની શક્યતાઓ ગુજરાતમાં રહેલી છે. જૂન મહિનાના છેલ્લા બે અઠવાડિયામાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે.

ગુજરાત/ આવશે આતુરતાનો અંત; આ તારીખથી પડશે તોફાની ભારે વરસાદ, જાણો?