15/06/2022 ની અપડેટ મુજબ આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સુમિત વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે રહેશે. બાકી બધે છુટો-છવાયો રેડા ઝાપટાંનો વરસાદ જોવા મળશે. ચોમાસું બેસી ગયા પછી પણ 3-4 દિવસ વરસાદ પરમાણ ઓછું જોવા મળશે, કેમ કે હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી.
IMDએ ગઈકાલે (13 જૂન) જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ચોમાસુ બેસાડી દીધુ છે. પણ હજુ ચોમાસા જેવું કોઈ જ વાતાવરણ છે નહીં. આવનાર દિવસોમાં એટલે કે 19 તારીખ પછી રાજ્ય માં એક સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ આવી જશે.
નક્ષત્ર બદલાશે; ભરપૂર વાવણી લાયક વરસાદ લાવશે, ગુજરાત જાણો ક્યારે?
19થી 30 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ આવશે અને બધી બાજુ એક સારો વરસાદ થાય તેવી પૂરી શક્યતા વેધર મોડલમાં દેખાઈ રહી છે.
19 તારીખ પહેલાં પણ છુટ્ટા-છવાયા વિસ્તારોમાં ઝાપટાનો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થોડા ચાલુ રહેશે. જેમાં ખાસ કરીને દરીયાઇ પટ્ટી માં વધારે લાભ મળી શકે છે. જોકે હવે વાવણી ના વરસાદ માટે 20 તારીખ સુધી રાહ જોવી પડશે, ત્યાર બાદ સારો વરસાદ પડશે છેલ્લા બે અઠવાડિયામા.
વરસાદની નવી સિસ્ટમ સક્રિય, જાણો હવામાન વિભાગની મોટી આગાહી
નોંધ: વેધર મોડલ અને કુદરતી પરિબળો મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, ખેતીકામો અને વાવાઝોડાની માહિતી માટે હવામાન વિભાગ અનુસરવું.