અરબી સમુદ્રમાં બનેલ નાની UAC ને કારણે ગુજરાતમાં 11-14 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ હાલમાં કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી વરસાદ જોવા મળશે નહીં. અથવા તો દરિયા કિનારાના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાનો વરસાદ જોવા મળશે. ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે હવે સારા વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે?
નવો વરસાદ રાઉંડ ક્યારે આવશે?
ગુજરાતમાં 19 તારીખ પછી વરસાદ ના ઉજળા સંજોગો જણાઈ રહ્યા છે. જ્યારે 21 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ત્યાર પછી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે જેમાં વાવણીલાયક વરસાદ પડવાની શક્યતાઓ છે. કોલા વેધરની વેબસાઈટ મુજબ ૨૧થી લઇને ૩૦ જૂન વચ્ચે સારા વરસાદની શક્યતા છે.
નક્ષત્ર બદલાશે; ભરપૂર વાવણી લાયક વરસાદ લાવશે, ગુજરાત જાણો ક્યારે?
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યારે ખેડૂતો હાલમાં સારા વાવણી લાયક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે એ લોકો એ હવે વધારે રાહ જોવી નહીં પડે કેમ કે અરબી સમુદ્ર પણ ધીરે-ધીરે મજબૂત થઈ રહી છે અને બંગાળની ખાડી પણ ગતિ પકડી રહી છે. જેમણે કારણે ગુજરાત રાજ્ય પર ચોમાસાના દરેક પરિબળો બની જશે અને પછી વાવણી લાયક વરસાદ પણ.
થઈ જાવ તૈયાર; આવી રહ્યો છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ, જાણો કઈ તારીખથી?