Cola Weather વેબસાઇટનાં પૂર્વાનુમાન મુજબ મુજબ ગુજરાતમાં 22 જૂનથી 30 જૂન વચ્ચે ભરપૂર વરસાદ પડશે. 22 જૂનથી નવી સિસ્ટમ સક્રિય બનશે. ફરી અરબી સમુદ્ર મજબૂત બનશે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉંડ આવશે. 21/06/22 થી નક્ષત્ર બદલી જશે અને એક અનુમાન મુજબ તે નક્ષત્રમાં સારો વરસાદ પડશે.
આદ્રા નક્ષત્રની શરૂઆત થશે.
હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ છે. 21 તારીખથી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે. આદ્રા નક્ષત્રના શરુઆતના દિવસોમાં સારો વરસાદ જોવા મળશે. મૃગશીર્ષ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડતો હોય છે તેવી રીતે આ વર્ષે વરસાદ નોંધાયો હતો.
થઈ જાવ તૈયાર; આવી રહ્યો છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ, જાણો કઈ તારીખથી?
સામાન્ય રીતે દર વર્ષે આદ્રા નક્ષત્રની અંદર વાવણી લાયક વરસાદ પડતો હોય છે. આ વર્ષે પણ બાકી રહેલ ઘણા બધા જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડશે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જૂન પછી ચોમાસું બેસતું હોય છે. પરંતુ આ વર્ષે બે દિવસ અગાઉ ચોમાસું બેસી ગયું છે. જોકે હવે 3-4 દિવસ બ્રેક લેશે ત્યાર પછી ફરી સિસ્ટમ બનતા આગળ વધશે.