khissu

દે ધનાધન/ ભીમ અગિયારસ પછી વાતાવરણમાં અચાનક પલટો; 5 દિવસ લોટરી વરસાદ રાઉંડ, જાણો ક્યાં?

હજી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ચોમાસું બેસવાનું જાહેર નથી કર્યું તે પેહલા આજથી 5 દિવસ લોટરી વરસાદનો રાઉંડ (પ્રિ-મોન્સૂન એક્ટિવિટી) હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં થોડી મજબૂત UAC સિસ્ટમ બની છે. જે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત પર આવી રહી છે. આ સિસ્ટમ ગુજરાત પર આવતા જ આજથી વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે.

  • આજથી 5 દિવસ લોટરી વરસાદ રાઉંડ
  • હવામાન વિભાગ દ્વારા આગાહી
  • વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો

રાજ્યમાં સતત ગરમીનાં ઊંચા પારા વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે શનિવારે: વડોદરા, સુરત, ભરૂચ, ડાંગ, વલસાડ અને તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો: આજથી 3 દિવસ ધોધમાર ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં?

આવતીકાલે એટલે કે રવિવારે આગાહી: નવસારી, સુરત, અમદાવાદ, ડાંગ વલસાડ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સોમવારે વરસાદ આગાહી: અમદાવાદ શહેર સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે. ત્યારબાદ ઉતરોતર વરસાદમાં વધારો થતો જશે.

મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસાનું આગમન: ગુરુવારથી મુંબઈમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે. હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે સમયે ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે.

આજે મુંબઈમાં ચોમાસું પહોંચી ગયુ, જાણો ગુજરાતનો વારો કઈ તારીખે? વાવણી?

આ પણ વાંચો: ગુજરાત થઇ જાવ તૈયાર / વાતાવરણમાં થયો મોટો ફેરફાર, આ તરોખોમાં વાવણી લાયક વરસાદ

આ પણ વાંચો: આજથી નક્ષત્ર બદલાયું/ મૃગશીર્ષ નક્ષત્રમાં કયું વાહન? તોફાની પવન સાથે વરસાદ આગાહી ક્યાં?