નમસ્કાર મિત્રો, તારીખ 11/06/2022ની અપડેટ મુજબ અરબસાગરનું ચોમાસું ઝડપથી આગળ વધ્યું છે અને આજે ચોમાસુ મુંબઈ પહોંચી ગયું છે. હવામાન વિભાગની વેબસાઇટ મુજબ સેટેલાઇટ પર નજર નાખીએ તો અરબસાગર હાલમાં ફૂલ એક્ટિવ મોડમાં આવી છે. હાલમાં ઉત્તરપૂર્વ અરબસાગરમાં મહારાષ્ટ્રના કાંઠે 3.1 થી 5.1કિમિ ઉંચાઈ સુધી એક અપર એર સાયકલોનીક (UAC) સર્ક્યુલેશન સક્રિય છે જે આગામી 48 કલાક સુધીમાં ઉત્તર, ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગતિ કરી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના કાંઠા નજીક આવી શકે છે.
આ UAC થોડી નબળી છે પણ તેની અસરથી આગામી બે દિવસ ગુજરાતમાં અમુક સ્થળે તીવ્ર થન્ડરસ્ટૉર્મ બને તેવી શક્યતા છે. જેમના કારણે ગાજવીજ સાથે જોરદાર કડાકા ભડાકા વાળો વરસાદ જોવા મળશે. અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાત થઇ જાવ તૈયાર / વાતાવરણમાં થયો મોટો ફેરફાર, આ તરોખોમાં વાવણી લાયક વરસાદ
ગુજરાતમાં ચોમાસું ક્યારે?
જોકે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. મુંબઈમાં ચોમાસુ પહોંચી જાય ત્યાર પછી ગુજરાતમાં એકથી બે દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પહોંચે છે, ત્યાર પછી સૌરાષ્ટ્ર અને ત્યાર પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પહોંચતું હોય છે. ગુજરાતમાં ચોમાસુ પહોંચવા માટેની સામાન્ય તારીખ 15 જૂન છે. પરંતુ આ વર્ષે એક થી બે દિવસ વહેલા ચોમાસું પહોંચી જાય તેવી શક્યતાઓ હાલમાં UAC ને કારણે જણાઈ રહી છે.
આ પણ વાંચો: આજથી 3 દિવસ ધોધમાર ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં?
આ પણ વાંચો: આજથી નક્ષત્ર બદલાયું/ મૃગશીર્ષ નક્ષત્રમાં કયું વાહન? તોફાની પવન સાથે વરસાદ આગાહી ક્યાં?