સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ કરતા યાર્ડના ખુલ્લા બજારમાં ખેડૂતોને પોક્ષણક્ષમ ભાવ મળતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની મબલખ આવક થઈ છે. મગફળીથી યાર્ડ ઉભરાતા બે દિવસ આવક બંધ રાખ્યા બાદ ફરી શરૂ કરતાં 55000 ગુણી મગફળી આજે ઠલવાઈ હતી.
દિવાળી ધમાકેદાર, ખેડૂતોને મળ્યા કપાસના સારા એવા ભાવ, જાણો હવે તેજી કે મંદી ?
અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન પણ મબલક થયું છે અને માર્કેટિંગ યાર્ડમાં હવે નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. મગફળીના ભાવ હાલ તૂટતા હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિક વેપારીઓ જણાવ્યું કે, મગફળીની જંગી આવક વચ્ચે સિંગદાણાની ડિમાન્ડ ઓછી છે અને ભાવમાં ૨૦ રૂપિયાથી ૩૦ રૂપિયા સુધી નીચો જઈ રહ્યો છે અને સાથે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખૂબ જ આવક થઈ રહી છે.
આજથી સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે સોમનાથ જિલ્લાના 5 ખરીદ કેન્દ્રો પર ખેડૂતો ટેકાના ભાવે સરકારને મગફળી વહેંચવા થી દૂર રહ્યા હતા એક માત્ર કોડીનાર સેન્ટર પર 10 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે સરકારને મગફળી વહેંચીને જિલ્લામાં ખરીદ પ્રક્રિયાની શરૂઆત કરાવી હતી. છેલ્લા કેટલાંક વર્ષોથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે, પરંતુ બરાબર આજ સમયે ખુલ્લી બજારમાં પણ સરકારે જાહેર કરેલા ભાવો કરતા વધુ બજાર ભાવો મગફળીના મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતો સરકારને મગફળી વહેંચવાથી દૂર જોવા મળી રહ્યા છે.
ખેડૂતોની દિવાળી સુધરી ગઇ, બે હજારની માથે બોલાયો મગફળીનો ભાવ, જાણો આજની મગફળીના ભાવમાં કેટલો વધારો ?
તા. 06/11/2023, સોમવારના જાડી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1160 | 1380 |
અમરેલી | 1010 | 1360 |
કોડીનાર | 1250 | 1416 |
સાવરકુંડલા | 1151 | 1351 |
જેતપુર | 915 | 1381 |
પોરબંદર | 1065 | 1335 |
વિસાવદર | 1080 | 1396 |
મહુવા | 1001 | 1242 |
ગોંડલ | 850 | 1436 |
કાલાવડ | 1100 | 1315 |
જુનાગઢ | 1100 | 1358 |
જામજોધપુર | 1100 | 1391 |
ભાવનગર | 1140 | 1365 |
માણાવદર | 1375 | 1380 |
તળાજા | 1130 | 1345 |
હળવદ | 1051 | 1412 |
જામનગર | 1100 | 1320 |
ભેસાણ | 850 | 1355 |
ખેડબ્રહ્મા | 1070 | 1070 |
દાહોદ | 1100 | 1200 |
તા. 06/11/2023, સોમવારના ઝીણી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1140 | 1440 |
અમરેલી | 987 | 1300 |
કોડીનાર | 1200 | 1266 |
સાવરકુંડલા | 1151 | 1401 |
જસદણ | 1050 | 1380 |
મહુવા | 1024 | 1389 |
ગોંડલ | 950 | 1381 |
કાલાવડ | 1200 | 1365 |
જુનાગઢ | 1050 | 2090 |
જામજોધપુર | 1050 | 1411 |
ઉપલેટા | 1195 | 1332 |
ધોરાજી | 996 | 1301 |
વાંકાનેર | 1000 | 1484 |
જેતપુર | 901 | 1291 |
તળાજા | 1440 | 1745 |
ભાવનગર | 1090 | 1731 |
રાજુલા | 800 | 1326 |
મોરબી | 940 | 1482 |
જામનગર | 1150 | 2275 |
બાબરા | 1190 | 1310 |
બોટાદ | 1130 | 1265 |
ધારી | 970 | 1301 |
ખંભાળિયા | 1070 | 1351 |
પાલીતાણા | 1140 | 1270 |
લાલપુર | 1025 | 1196 |
ધ્રોલ | 1030 | 1324 |
હિંમતનગર | 1100 | 1600 |
પાલનપુર | 1190 | 1375 |
તલોદ | 1000 | 1555 |
મોડાસા | 1000 | 1539 |
ડિસા | 1100 | 1371 |
ઇડર | 1300 | 1597 |
ધનસૂરા | 1000 | 1250 |
ધાનેરા | 1070 | 1360 |
ભીલડી | 1150 | 1350 |
દીયોદર | 1200 | 1380 |
વીસનગર | 1145 | 1288 |
માણસા | 1201 | 1300 |
વડગામ | 1170 | 1415 |
કપડવંજ | 1200 | 1510 |
શિહોરી | 1120 | 1315 |
ઇકબાલગઢ | 1100 | 1360 |
સતલાસણા | 1100 | 1370 |
લાખાણી | 1050 | 1346 |