10 તારીખ સુધી આગાહી પર મારી મહોર/ અશોક પટેલે જણાવી વરસાદ, પવન, બંગાળની ખાડીનું લો-પ્રેશર, અરબી સમુદ્ર ભેજની માહિતી

10 તારીખ સુધી આગાહી પર મારી મહોર/ અશોક પટેલે જણાવી વરસાદ, પવન, બંગાળની ખાડીનું લો-પ્રેશર, અરબી સમુદ્ર ભેજની માહિતી

  • બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ક્રમશ આગળ વધશે અને વેલમાર્ક લો પ્રેસરમાં ફેરવાશે.
  • બંગાળની ખાડીનુ લો-પ્રેસરનું સાયકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાન સુધી લંબાશે. જોકે ગુજરાતમાં 3.1 કિ.મી એ ભેજ નું પ્રમાણ ઓછું રહેશે.
  • સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ઉપર અરબી સમુદ્રમાંથી ફુલ સ્પીડે  પવનો ફૂંકાશે, જેમાં કોઈક દિવસે તેમની ઝડપ 25થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
  • બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં ખૂબ જ ઓછી થશે.
  • ચોમાસાની ઘરી દૂર જાય છે અને ઉપલા લેવલ ઉપર વધઘટ જોવા મળે છે, જેમને કારણે ગુજરાતમાં વરસાદની મંદ એક્ટિવિટી યથાવત રહેશે.

ગુજરાતના જુના અને જાણીતા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ (ashok patel) દ્વારા ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચોમાસાની સિઝનનો પડી રહ્યો છે. જોકે વેધર મોડેલો પ્રમાણે ભારે વરસાદના કે સાર્વત્રિક વરસાદના હાલમાં કોઈ સંજોગો જણાતાં નથી, ત્યારે એનાલિસ્ટ અશોકભાઈ પટેલે પોતાની આગાહી દ્વારા ગુજરાતના લોકોને મહત્વપૂર્ણ માહિતી આપી છે.

અશોકભાઈ પટેલની આગાહી મુજબ 10મી ઓગસ્ટ 2023 સુધી ભારે વરસાદનું શક્યતા નથી. ગુજરાતમાં ધૂપ છાવ વાળો માહોલ રહેશે તો કોઈક-કોઈક વિસ્તારોમાં ઝાપટા, હળવો અને મધ્યમ વરસાદ પડી તો પડી જાય તેવી આગાહી તેમણે કરી છે.

વધારે આગાહીમાં માહિતી આપતા તેમણે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસે હળવો, મધ્યમ તો કોઈક દિવસે સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બાકી બધે છૂટો છવાય હળવો-ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે અને ધૂપ છાવ નો માહોલ રહેશે.

અરબી સમુદ્રના ભેજ યુક્ત પવનો દોઢ કિલોમીટરના અંતરે અને નીચેના લેવલમાં ફુલ સ્પીડે પવન ફૂંકાતા છૂટા છવાયા વિસ્તારમાં ઝાપટા અને હળવો વરસાદ તો કંઈક મધ્યમ વરસાદની શક્યતા રહેશે. કોસ્ટલ સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વધારે વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના બીજા ભાગોની સાપેક્ષમાં. આગાહીના દિવસોમાં વરાહ અને રેડા ઝાપટાં વાળો મિક્સ માહોલ રહેશે.

ગુજરાત રિલિજિયન ઉપર અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો પસાર થશે અને જનરલ ધૂપ છાવ વાળો માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત અને તેની નજીકના વિસ્તારમાં મધ્યમ તો અમુક દિવસે સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી જાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરે છે.