આવતી કાલે એટલે કે 16 તારીખે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. Whether મોડેલ મુજબ વરસાદની શક્યતા ઓછી હતી તેમ છતાં પવન સાથે અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે જે લોટરી વરસાદનો રાઉન્ડ કરી શકાય. આવતીકાલે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે, એ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજની જેમ વરસાદનું પ્રમાણ જોવા મળશે.
આવતીકાલે દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી એટલે કે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર જેવા જિલ્લામાં વરસાદની શક્યતાઓ ખરી. સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, નવસારી અને ભરૂચ જિલ્લામાં તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ થઈ શકે.
હાલમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો નથી. ગુજરાતમાં 20 તારીખ પછી અમુક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ આવી શકે છે. જોકે 21 તારીખથી આદ્રા નક્ષત્રની પણ શરૂઆત થશે એટલે કે નક્ષત્ર પણ બદલાઈ જશે, જેથી તે નક્ષત્રમાં વરસાદની શક્યતાઓ વધારે રહેશે.