khissu

રમણીકભાઇ વામજાની આગાહી 2024 : 16 આની વર્ષ, 10 દિવસમાં ગુજરાતમાં આવી જશે વરસાદ

જૂનાગઢનાં અગ્રણી આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું હતું કે ચોમાસું આ વર્ષે સારુ છે અને ગુજરાતમાં જૂન મહિનામાં કુલ ૧૦ દિવસ વરસાદનાં છે, જેમાં એકથી પાંચ જૂન છૂટક-છૂટક  વરસાદ આવી શકે છે.

૧૪થી ૧૭ જૂન અને૨૫થી ૩૦ જૂન દરમિયાન વરસાદની સંભાવનાં છે. ગુજરાતમાં અનેક ભાગનાં વિસ્તારમાં ૧૬ જૂન આસપાસ વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી ધારણા છે, જ્યારે બાકીનાં વિસ્તારમાં ૨૧મી જૂન આસપાસ સોરાષ્ટ્રનાં વિસ્તારમાં વાવણી લાયક વરસાદની સંભાવનાં છે.

સમગ્ર વર્ષ ૧૬ આની હોવાથી ખેડૂત માટેઆ વર્ષ સારૂ છે. રમણિકભાઇ વામજાની આગાહી : હોળીની ઝાળનો અભ્યાસ કરી તેઓ વધુમાં કહે છે કે, હોળીની જ્વાળા નૈઋત્યથી ઇશાન તરફ ગઇ હતી.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આથી આગામી વર્ષમાં ચોમાસું સારૂ રહેવાનું અનુમાન છે. જ્વાળાઓ આકાશ તરફ ઊંચી પણ ગઇ હોવાથી રાજા અને પ્રજાની કસોટી થવાનું મનાય છે.

ભારતીય દક્ષિણ-પશ્ચિમ 2024નું ચોમાસું સાનુકૂળ રહેવાની શકયતા વ્યકત કરી છે. સાથે ચોમાસા દરમિયાન એવરેજ 96 થી 107 ટકા વરસાદનું અનુમાન કર્યું છે.