કોટન માર્કેટિંગ માટે ફ્લશ સિઝન શરૂ થઈ ચૂકી છે . જોકે નવેમ્બરના બીજા પખવાડિયામાં પણ અપેક્ષા મુજબની આવકો જોવા મળી રહી નથી. હાલમાં દેશમાં દૈનિક ૧.૨ લાખ ગાંસડી આસપાસની આવકો જોવા મળી રહી છે. જે ચાલુ સિઝનમાં જંગી પાક જોતાં ૧.૫ લાખ ગાંસડી ઉપર હોવાની સામાન્ય અપેક્ષા હતી.
આ પણ વાંચો: LPG સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરનારાઓ સામે સરકારની કડક કાર્યવાહી! LPG ગેસ સિલિન્ડરમાં હવે QR કોડ હશે
વર્તુળોના મતે ખેડૂતો બજારમાં ભાવ નીચા હોય ત્યારે આવકો લાવવાનું ટાળે છે અને તેને કારણે આવકો અંકુશમાં રહી છે અને ભાવ પણ દિવાળી અગાઉના નીચા સ્તરેથી ખાંડીએ રૂ. ૬૦૦૦ નો સુધારો દર્શાવી ચૂક્યાં છે.
હાલમાં કોમોડિટીના ભાવ રૂ . ૬૯૫૦૦ આસપાસ જોવા મળી રહ્યાં છે. માર્કેટ વર્તુળો દિવાળી બાદ નવેમ્બરની શરૂઆતથી માર્કેટમાં એક લાખ ગાંસડીથી વધુ આવકોની શક્યતાં જોઈ રહ્યાં હતાં ચાલુ સિઝનમાં ૩.૫ કરોડ ગાંસડીથી ઊંચા પાકનો અંદાજ તેમજ સિઝન વહેલી શરૂ થઈ હોવાના કારણે આમ થવું સ્વાભાવિક હતું ઉપરાંત ખેડૂતોને ગઈ સિઝનની શરૂઆતમાં મળેલાં ભાવ કરતાં ઊંચા ભાવને જોતાં ઊંચી આવકોની અપેક્ષા રખાતી હતી. જોકે આમ બન્યું નથી.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાના કયા છે વિકલ્પો, જેમાં તમને સૌથી વધુ પૈસા મળશે
૧૫ નવેમ્બર સુધી આવકો લગભગ એક લાખ ગાંસડીથી નીચે જોવા મળી હતી જેના કારણોમાં ગુજરાતમાં સિવાયના રાજ્યોમાં જોવા મળેલી નીચી આવકોભાવ પણ એક કારણ હતું.
| તા. 17/11/2022 ગુરુવારના કપાસના બજાર ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1805 | 1892 |
| અમરેલી | 1350 | 1910 |
| સાવરકુંડલા | 1800 | 1911 |
| જસદણ | 1700 | 1870 |
| બોટાદ | 1700 | 1955 |
| ગોંડલ | 1531 | 1891 |
| કાલાવડ | 1700 | 1900 |
| જામજોધપુર | 1650 | 1911 |
| ભાવનગર | 1450 | 1855 |
| જામનગર | 1500 | 1925 |
| બાબરા | 1730 | 1925 |
| જેતપુર | 1600 | 1921 |
| વાંકાનેર | 1600 | 1894 |
| મોરબી | 1751 | 1907 |
| રાજુલા | 1400 | 1880 |
| વિસાવદર | 1750 | 1896 |
| તળાજા | 1705 | 1860 |
| બગસરા | 1750 | 1940 |
| જુનાગઢ | 1770 | 1890 |
| ઉપલેટા | 1700 | 1890 |
| માણાવદર | 1760 | 1870 |
| ધોરાજી | 1736 | 1901 |
| વિછીયા | 1770 | 1900 |
| ભેંસાણ | 1700 | 1921 |
| ધારી | 1710 | 1925 |
| લાલપુર | 1823 | 1871 |
| ખંભાળિયા | 1750 | 1850 |
| ધ્રોલ | 1670 | 1906 |
| પાલીતાણા | 1650 | 1850 |
| સાયલા | 1706 | 1905 |
| હારીજ | 1770 | 1883 |
| ધનસૂરા | 1600 | 1810 |
| વિસનગર | 1700 | 1900 |
| વિજાપુર | 1670 | 1930 |
| કુકરવાડા | 1770 | 1882 |
| ગોજારીયા | 1800 | 1880 |
| હિંમતનગર | 1611 | 1912 |
| માણસા | 1781 | 1884 |
| કડી | 1770 | 1934 |
| મોડાસા | 1700 | 1800 |
| પાટણ | 1790 | 1890 |
| થરા | 1820 | 1828 |
| તલોદ | 1800 | 1865 |
| સિધ્ધપુર | 1800 | 1900 |
| ડોળાસા | 1700 | 1863 |
| ટિંટોઇ | 1650 | 1811 |
| દીયોદર | 1750 | 1825 |
| બેચરાજી | 1840 | 1874 |
| ગઢડા | 1800 | 1879 |
| ઢસા | 1760 | 1881 |
| ધંધુકા | 1750 | 1887 |
| વીરમગામ | 1752 | 1877 |
| જાદર | 1700 | 1870 |
| જોટાણા | 1700 | 1822 |
| ચાણસ્મા | 1807 | 1873 |
| ખેડબ્રહ્મા | 1840 | 1875 |
| ઉનાવા | 1751 | 1921 |
| શિહોરી | 1765 | 1835 |
| લાખાણી | 1680 | 1875 |
| ઇકબાલગઢ | 1701 | 1775 |