24 કલાક ભારે વરસાદની આગાહી: રેડ એલર્ટ જાહેર કરાયું

24 કલાક ભારે વરસાદની આગાહી: રેડ એલર્ટ જાહેર કરાયું

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસં સીસ્ટમ સક્રીય છે. આજે સાર્વત્રિક વરસાદની હજુ પણ ત્રણ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દેવ ભૂમિ દ્વારકા અને પોરબંદર માટે અતી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર તથા ગીર સોમનાથ માટે ભારે વરસાદને લઈને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સીવાય ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સીસ્ટમ સક્રિય થઈ છે જે નોર્મલ સ્થિતિ કરતા પણ નીચે છે.

અરબી સમુદ્રમાંથી મજબૂત પવનો ફૂંકાય રહ્યા હોવાથી ચોમાસુ સિસ્ટમને જોર પણ મળી રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. જો કે સૌરાષ્ટ્ર સીવાય કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.