વરસાદની 3 સિસ્ટમ સક્રિય, 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

વરસાદની 3 સિસ્ટમ સક્રિય, 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ પણ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં સારા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમા ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા વરસી શકે છે.

જો કે આજે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. ત્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને મહીસાગર આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા પણ પડી શકે.

ત્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે મહેસાણાનાં વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.