khissu

ગુજરાત પાસે એકસાથે 3 વરસાદી સીસ્ટમ સક્રીય, એકધારા 5 દીવસ વરસાદની આગાહી, જાણો કયા ?

સામાન્ય રીતે આપણું નૈઋત્યનું ચોમાસું ૧, જૂન આસપાસ કેરળમાં પગલા પાડતું હોય છે. કેરળનાં દરિયા કાંઠેથી મેઘરાજા આગળ પગલા ભરીને મહિના-દોઢ મહિનામાં આખા દેશ પર છવાઇ જતાં હોય છે. એકાદ સપ્તાહ પહેલા દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનાં 
ભાગરૂપે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. મતદાન આપવાનાં મહાપર્વનાં દિવસે એટલે કે ૭, મેનાં દિવસે સાંજ પડ્યે અંબાજી વિસ્તારમાં મેઘરાજાએ વરસાદી ઝલક બતાવ્યાનાં વાવડ છે.

રાજ્યમાં મે મહિનામાં અપેક્ષા પ્રમાણે જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી થોડી રાહત આપનારી છે. જે અનુસાર બે દિવસ આકરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી છે.

11મીએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

12મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ રહેશે.

13મી મેએ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ રહેશે.

દિવસ અમદાવાદવાસીઓ સાવધાન રહેજો. બે દિવસ રાજ્યમાં આગ ઓકતી ગરમી પડશે.અમદાવાદમાં બે દિવસ પારો 43 ડિગ્રીએ રહી શકે છે. ગાંધીનગરમાં બે દિવસ પારો 42 ડિગ્રીએ રહી શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે આગામી દિવસના હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યું કે, હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે