લાયસન્સ-પાન-આધાર-રેશનકાર્ડ-૨૦૦૦હપ્તાને લઈને આખર મહિનાના છેલ્લા દિવસે સરકારે લીધા ૫ મોટા નિર્ણયો...

૧) પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન એક વર્ષ માટે આયકર વિભાગે લંબાવી દીધી છે પરંતુ હવેથી તેની માટે તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે કે જે અત્યાર સુધી ફ્રી હતો. જો કોઈ વ્યક્તિ 1 એપ્રિલ 2022થી 30 જૂન 2022 વચ્ચે તેનું PAN કાર્ડ -આધાર કાર્ડ સાથે લિંક કરાવે છે તો તેણે 500 રૂપિયા અને ત્યાર બાદ રૂપિયા 1000નો ચાર્જ ચૂકવવો પડશે.

૨) લર્નર લાયસન્સની માન્યતા જે 31મી માર્ચ 2022ના રોજ સમાપ્ત થઈ રહી હતી, તેની માન્યતા 2 મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આવા લર્નર લાઇસન્સ 31મે 2022 સુધી માન્ય રહેશે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે આ નિર્ણયની માહિતી આપી હતી.

આ પણ વાંચો: આ 9 મોટા ફેરફારોની ભારે અસર પડશે તમારા ખિસ્સા પર

આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

3) રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે, પહેલાં 31 માર્ચ હતી જે હવે 30 જૂન 2022 કરવામાં આવી છે.

4) Pm-kishan યોજના અંતર્ગત 2000નો 11 હપ્તો જોઈતો હોય તો Ekyc કરાવવું જરૂરી છે, જેમની છેલ્લી તારીખ 31 માર્ચ હતી જે હવે વધારીને 22 મેં 2022 કરવામા આવી છે, તમે CSC, VCE ઓપરેટર અથવા કોમ્પ્યુટર ના જાણકાર લોકો પાસે જઈને, Pm-kishan યોજનાની official website પર.

આ પણ વાંચો: માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ ઘઉંનાં ભાવમાં વધારો, ઊંચો ભાવ 600 રૂપિયા, જાણો આજના બજાર ભાવ

૫) એપ્રિલ મહિનામાં રેશનકાર્ડ ધારકોને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 5 કિલો મફત અનાજ આપવામાં આવશે. જે અનાજ 30 સપ્ટેમ્બર 2022 સુધી મળતું રહેશે. એટલે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના આવતા ૬ મહિના સુધી લંબાવવામાં આવી છે.

૬) LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર માટે નવી તારીખ જાહેર, IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી, 1લી નહી 3 એપ્રિલે બહાર પાડશે કોલ લેટર.

આ બધી માહિતીને વિસ્તાર પૂર્વક સમજવા ઉપર આપેલ વીડિઓ જોઈ લો.

આ પણ વાંચો: આવતી કાલથી બદલાઈ જશે ૧૦ નિયમો/ફેરફારો, તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલા જાણી લો...