ભારતમાં આ ગામના રિવાજો સાંભળી 440 વોલ્ટનો ઝાટકો લાગશે, મહિલાઓ 5 દિવસ કપડાં જ નથી પહેરતી, પુરુષો પણ....

ભારતમાં આ ગામના રિવાજો સાંભળી 440 વોલ્ટનો ઝાટકો લાગશે, મહિલાઓ 5 દિવસ કપડાં જ નથી પહેરતી, પુરુષો પણ....

21મી સદીમાં પણ ભારતમાં હજુ જૂની પરંપરાઓ નિભાવવામાં આવી રહી છે. આજે આવી જ એક અનોખી પરંપરા વિશે વાત કરવી છે કે જે સાંભળીને તમારા હાજા ગગડી જશે. કારણ કે વિચારો કે જો સ્ત્રીઓ કપડાં ન પહેરે તો કેવું લાગે. ત્યારે આ વાત છે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશની મણિકર્ણ ઘાટીના પીણી ગામમની કે જ્યાં આવી અજીબોગરીબ પરંપરા છે.

વિગતે વાત કરવામાં આવે તો પીણી ગામમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં આ અજીબોગરીબ પરંપરાને નિભાવવામાં આવે છે. હિયાની સ્ત્રીઓ ઘણા વર્ષોથી આ પરંપરાને નિભાવતી આવી રહી છે. માન્યતા છે કે પરિણીત સ્ત્રીઓને પાંચ દિવસ સુધી વસ્ત્ર ન પહેરવા જોઈએ. જો કોઈપણ સ્ત્રી કપડાં પહેરી લે છે તો એને કોઈ અશુભ સમાચાર સાંભળવા મળી શકે છે અને એના ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આ પરંપરાને ગામના દરેક ઘરમાં નિભાવવામાં આવે છે. એ સિવાય આ પાંચ દિવસ સુધી પતિ પત્ની અંદરોઅંદર વાતચીત પણ નથી કરતા. એ એકબીજાથી દૂર રહે છે.

આ સાથે જ વાત કરવામાં આવે તો સ્ત્રીઓ જ્યારે આ પરંપરાનું પાલન કરી રહી હોય તો પુરુષોને દારૂનું સેવન નથી કરવાનું હોતું. સ્થાનીય લોકોનું માનવું છે કે એવું ન કરવામાં આવે તો દેવતા નારાજ થઈ જાય છે. વાત જાણે એમ છે કે કહેવામાં આવે છે કે લાહુઆ ઘોડ દેવતા જ્યારે પીણી ગામમાં આવ્યા હતા તો અહીંયા એ સમયે રાક્ષસોનો આતંક હતો પણ દેવતાના પીણી ગામમાં આવતા જ રાક્ષસોનો વિનાશ થઈ ગયો. ત્યારથી જ આ પરંપરા ચાલતી આવી છે જેને હજી પણ ત્યાંના લોકો નિભાવી રહ્યા છે.

આ વિશે વાત કરતાં લોકો કહે છે કે સદીઓ પહેલા એક રાક્ષસ સુંદર કપડાં પહેરનારી સ્ત્રીઓને ઉઠાવીને લઈ જતો હતો. જો કે સમયની સાથે ઘણી વસ્તુઓમાં પરિવર્તન આવ્યું છે. હવે આ પરંપરાનું પાલન કરવા માટે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી કપડાં નથી પહેરતી. હવે એ ખૂબ જ પાતળું કપડું પહેરે છે પણ પહેલા પાંચ દિવસ સુધી મહિલાઓ કપડાં નહોતી પહેરતી. એ ફક્ત ઉનના બનેલા પટ્ટા ઓઢીને રહેતી હતી. એ દિવસોમાં ગામમાં કોઈ માસ મદિરાનું સેવન પણ નથી કરતું.

આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.