હવે એકધારા 7 દિવસ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, નવી આગાહી જાણીને ખેડૂતો હરખાયાં!

હવે એકધારા 7 દિવસ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, નવી આગાહી જાણીને ખેડૂતો હરખાયાં!

Meteorological Department: ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 7 દિવસ માટે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ ખાબકશે એની દરેક ગુજરાતીઓએ નોંધ લેવા જેવી છે. હવામાન વિભાગેનેઋત્યનું ચોમાસું આગળ વધતા ગુજરાતમાં મેઘરાજાનું આગમન થવાની આગાહી હાલમાં લોકોમાં ચર્ચાઈ રહી છે.

જો કે આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કે, 12 જૂનથી ગુજરાતમાં બેસશે ચોમાસું. 12 થી 15 જૂન વચ્ચે વાવણીલાયક વરસાદ વરશે. કેટલાક જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદ વરસશે.

જો આગામી પાંચથી સાત દિવસની વાત કરવામાં આવે તો હવામાન વિભાગનું કહેવું છે કે ગુજારતમાં હળવોથી સામાન્ય વરસાદ વરસશે. તારીખ અને જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવી છે કે 9 જૂનના ગીર સોમનાથ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં મેઘરાજા વરસશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

એ જ રીતે વાત કરીએ તો 10 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, વડોદરા, નવસારી, વલસાડ અને દાહોદમાં તો 11 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, નવસારી, વલસાડ, દાહોદ અને વડોદરામાં મેઘો ખાબકશે.

છેલ્લે જો વાત કરીએ 12 જૂનની તો એ દિવસે ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, અને પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસશે.