નમસ્કાર ખેડૂત ભાઈઓ.
ગુજરાત રાજ્યમાં 1.25 લાખ જેટલી નીલગાય વસ્તી જંગલ બહાર રહે છે જે ખેતરમાં જઈ ચારો ચરે છે અને ખેડૂત નાં પાક ને નુકસાન પહોંચાડે છે. હવે આ નુકશાન અટકાવવા ઘણા બધા નુસખા તમે તમારા ખેતરમાં અજમાવી શકો છો જેવા કે.
1) છાણ અને છાશનો ઉપયોગ:
છાણ અને છાશ નું મિશ્રણ કરી સાંજના સમયે વાડીની ફરતે શેઢે છાંટવાથી નીલગાયનોં ત્રાસ ઓછો થઈ જાય છે.
છટકાવ માત્ર શેઢે જ કરવાનો છે.
મિશ્રણ કેવી રીતે કરશો?
3 કિલો નીલગાય અથવા ગાય નું છાણ + 1 લીટર છાશ નાં મિશ્રણ ને 10 લીટર પાણીમાં ભેળવી છટકાવ કરવો.
જો આજે સાંજે છટકાવ કરવાનો હોય તો મિશ્રણ સવારે પલાળી દેવું.
છટકાવવની અસર 7-8 દિવસ સુધી રહેશે ત્યાર પછી ફરી છટકાવ કરવો.
છાશ જેટલી જૂની ( ખાટી ) હશે એટલો ફાયદો થશે અને નીલગાય નાં છાણ થી વધારે રિઝલ્ટ આવશે.
2) ગૌ-મૂત્ર અને છાશ નો પ્રયોગ:
20 દિવસ કરતાં પણ વધારે જૂની છાશ માંથી આસ-નિતારેલ પાણી અને ગાય નું ગૌ-મૂત્ર એક સરખું (50-50%) ભેગું કરી વાડીને ફરતે છટકાવ કરવાથી નીલગાય નોં ત્રાસ ઘટી જશે.
આ છટકાંવની અસર 7-8 દિવસ રહે છે. જેમાંથી આવતી ગંધ નાં કારણે નીલગાય આવતી નથી અથવા નજીક નાં ખેતરોમાં ચારો ખાવા જતી રહે છે.
હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા ખેડૂતો આ પ્રકારનો પ્રયોગ અજમાવી રહ્યા છે અને એમનું કહેવું છે કે પ્રયોગ સફળ રહે છે.
3) રંગીન સાડી:
નકામી રંગીન સાડી ખેતરની ફરતે બાંધી દેવાથી પણ ત્રાસ ઓછો થઈ જાય છે.
4) કાંટાળી તારની વાડ:
ખેતર ફરતે કાંટાળા તાર ની વાડ કરી રોકી શકાય છે, અને સરકાર તાર ખરીદવા સબસિડી પણ આપે છે ( i khedut portal પર )
5) ફાસલો પ્રયોગ:
ખેતરનાં કોઈ પણ શેઢે થી વારંવાર નીલગાય આવતી હોય અને જતી હોય તો ત્યાં તમે એક ખૂટો ઉભો કરી ટાયર લટકાવવાથી પ્રાણી અને નીલગાય આવવાની શક્યતા માં ઘટાડો જોવા મળશે.
6) દીવા દાંડી પ્રયોગ:
માત્ર રૂ.500 માં દીવાદાંડી પ્રયોગ બનાવી શકાય છે.
જેમાં તેલના ખાલી ડબ્બાને બે બાજુ કાપીને તેમાં ટોર્ચ મૂકી દઈ નીચે બેરીંગ રાખી ઉપર પવન પાંખ રાખી દેવાથી તે ગોળ ફરે છે.
પવનની સાથે તે રાતભર Automatic ફરતો રહે છે જેથી રાત્રે નીલગાય કે વન્ય પ્રાણી દૂર રહે છે.
આ પ્રયોગ માં થાળીને ગોઠવીને તે વાગે એવી વ્યવસ્થા તમે જાતે કરી શકો છે, જેથી ડબ્બો ફરે અને થાળીમાં અથડાય છે ત્યારે થાળીનો અવાજ આવે અને એ અવાજ અને લાઇટ થી નીલગાય દૂર રહે.
7) સોલાર ઝટકા સિસ્ટમનો ઉપયોગ:
સોલાર ઝટકા મશીન વાડની ફરતે લગાવવાથી રોજ, નીલગાય, ભૂંડ, રખડતાં પશુઓ દૂર રહે છે.
8) ચાડીયો અને સીરીઝ સિસ્ટમ:
નકામાં સફેદ કલરનાં કપડાં માંથી બનાવેલ ચાડીયો અને વાડીને ફરતે લગાવેલ રંગીન બદલતી સિરિઝ થકી પણ નીલગાય અને રખડતા પ્રાણી નાં ત્રાસ માં ઘટાડો જોવા મળશે.
આ સાથે બીજા તમારી પાસે કોઈ ઉપાય હોય તો નીચે કોમેન્ટ કરી જણાવી આપજો જેથી બીજા ખેડૂત મિત્રો પણ જાણી શકે.
- આભાર ( Team RakhDel)