આવતી કાલથી (1 મેથી ૨૦૨૨ ) બદલાશે 8 નિયમો & ફેરફારો, જાણો ગેસ સિલિન્ડરથી લઈને બેંકિંગના નિયમોમાં શું બદલાવ આવશે?

આવતી કાલથી (1 મેથી ૨૦૨૨ ) બદલાશે 8 નિયમો & ફેરફારો, જાણો ગેસ સિલિન્ડરથી લઈને બેંકિંગના નિયમોમાં શું બદલાવ આવશે?

એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. 1 મે ​​થી સામાન્ય લોકો માટે ઘણા નવા પ્રકારના નવા નિયમમો અમલમાં આવશે, તેથી મે મહિનો આવે તે પહેલા, તમારે આ નિયમો વિશે જાણવું આવશ્યક છે. આમાં બેંકિંગ, એલપીજી સિલિન્ડર, 11મો હપ્તા સાથે સંબંધિત ઘણા નિયમો શામેલ છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે, તો તમારે આ બધા નિયમો જાણવા જ જોઈએ-

1) રોકાણકારો માટે ખુશીના સમાચાર:  જો તમે રિટેલ રોકાણકાર છો અને કંપનીના IPOમાં રોકાણ કરવા માટે UPI દ્વારા ચૂકવણી કરો છો તો સેબીના નવા નિયમો અનુસાર હવે તમે 5 લાખ રૂપિયા સુધીની બિડ સબમિટ કરી શકો છો. અત્યારે આ મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની છે. આ નવી મર્યાદા 1 મે પછી આવતા તમામ IPO માટે માન્ય રહેશે.

2) પોસ્ટ ઓફિસ ખાતા ધારકો માટે: પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ધારકો પણ Google Pay દ્વારા ઝડપી ચુકવણી કરી શકશે. આ પછી પેન્શનરો અને મનરેગા કામદારોને સૌથી વધુ ફાયદો થશે. ટપાલ વિભાગ 2 મેથી દેશભરના ગ્રાહકો માટે આ સેવા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. 2 મેથી પોસ્ટ ઓફિસ ખાતાધારકોને ઈ-બેંકિંગની સુવિધા મળવાનું શરૂ થઈ જશે. સિસ્ટમ અપડેટ કરતી વખતે પોસ્ટ ઓફિસ નેટવર્ક પણ ખોરવાઈ શકે છે.

આ પણ વાંચો: જો તમે FD લેવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની આ પાંચ યોજનાઓ વિશે જાણો, તમને મળશે વધુ વળતર

3) પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો:  પીએમ કિસાન યોજના હેઠળ, એપ્રિલથી જુલાઈ મહિના માટેનો હપ્તો ગયા વર્ષે 15 મેના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ વખતે આ હપ્તો 3 મેના રોજ રિલીઝ થઈ શકે છે. અક્ષય તૃતીયા 3 મેના રોજ છે. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેટલાક અહેવાલો અનુસાર, પીએમ મોદી આ દિવસે જ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જારી કરી શકે છે.

4) ગૂગલ અપડેટ: 1 મેથી ગૂગલ કંપની નવી પોલિસી હેઠળ ગૂગલ પ્લે સ્ટોર કોલ રેકોર્ડિંગ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. એન્ડ્રોઈડ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૂગલે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ મે મહિનાથી કોલ રેકોર્ડિંગ ફંક્શન બંધ કરવામાં આવી રહ્યું છે, કારણ કે ગૂગલ પોતાની પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે. તે જ સમયે, એપ્લિકેશન ડેવલપર્સ યુઝર્સ માટે કૉલ રેકોર્ડિંગ સુવિધા પણ ઓફર કરી શકશે નહીં.

5) ગેસ સિલિન્ડરના દરમાં ફેરફાર થશે:  સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના દરમાં ફેરફાર કરે છે.  1 મેના રોજ ગેસ સિલિન્ડરના નવા ભાવ પણ જાહેર કરવામાં આવશે.  તમને જણાવી દઈએ કે કિંમતોમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો છે.  આવી સ્થિતિમાં 1 મેથી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો: રાશન કાર્ડ ધરાવનારાઓ માટે મોટા સમાચાર, જલ્દી કરો આ કામ, નહીં તો રાશન નહીં મળે

6) આરબીઆઇ નો નવો નિયમ: આરબીઆઈએ તેના નવા આદેશમાં કહ્યું છે કે કાર્ડ જારી કરતી કંપનીઓ અથવા તેમાં એજન્ટ તરીકે કામ કરતી તૃતીય પક્ષોને હવે લેણાંની વસૂલાત અંગે ગ્રાહકોને ડરાવવા પર પ્રતિબંધ છે.  નવી માર્ગદર્શિકામાં, આરબીઆઈએ કહ્યું કે ગ્રાહકની મંજૂરી વિના કાર્ડ જારી કરવા બદલ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય બેંક દ્વારા જારી કરવામાં આવેલી આ માર્ગદર્શિકા 1 જુલાઈ, 2022થી અમલમાં આવશે. વધુમાં, જો એક સપ્તાહની અંદર કાર્ડ બંધ કરવાની વિનંતી પર પ્રક્રિયા કરવામાં નહીં આવે, તો કાર્ડ રજૂકર્તા ગ્રાહકને પ્રતિ દિવસ 500 રૂપિયાનો દંડ ચૂકવશે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો

આ પણ વાંચો: બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર કેવી રીતે ખોલવું ? BoB કસ્ટમર કેર સેન્ટર ખોલવાથી થતી કમાણી ? જાણો અહીં

7) ક્રિકેટ પ્રેમીઓ માટે:  આ નિયમ ઓકટોબર મહિનામાં લાગુ થશે પરંતુ ક્રિકેટ રસિયાએ આ નિયમ જાણવો જરૂરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે નિયમો બનાવવાનું કામ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) પાસે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) MCCની ભલામણોના આધારે નિયમો લાગુ કરે છે. MCC એ ફરી એકવાર નિયમો બદલવાનું સૂચન કર્યું છે અને 1 ઓક્ટોબર, 2022 એટલે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2022 પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઘણા નિયમો બદલાઈ જશે  કેટલાક આવા નિયમો પણ છે, જે ઓક્ટોબર 2017માં લાગુ કરવામાં આવ્યા હતા, તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

8) ન્યુ લેબર કોડ: 1 જુલાઈથી તમારા ઓફિસના કામકાજના કલાકો વધી શકે છે. હા, આ સાંભળીને તમને આશ્ચર્ય થશે જ.  અહેવાલો અનુસાર, કર્મચારીઓના કામના કલાકો 8 થી 9 કલાકથી વધીને 12 કલાક થઈ શકે છે. મોદી સરકાર લેબર કોડના નિયમોને વહેલી તકે લાગુ કરવાની યોજના બનાવી રહી છે. જો કે, ચાર લેબર કોડના નિયમોને લાગુ કરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગી શકે છે કારણ કે તમામ રાજ્યોએ નિયમો ઘડ્યા નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ ચાર લેબર કોડ નિયમો લાગુ કરવામાં જૂન સુધીનો સમય લાગી શકે છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસ આપી રહી છે 6 હજાર રૂપિયા જીતવાની તક! ઈન્ડિયા પોસ્ટે બહાર પાડ્યું આ નિવેદન