khissu

૬૫ વર્ષના દાદી માં એ આપ્યો બાળકીને જન્મ | ડોક્ટરો પણ આશ્વર્ય માં મુકાઈ ગયા.

આમ તો સ્ત્રીઓ ને જ્યારે માસિક ધર્મ ૧૨ વર્ષથી ૪૮ વર્ષ સુધી હોય છે આ માસિક ધર્મ પૂરા થયા બાદ બાળકનો જન્મ આપવો શક્ય નથી. તો આ ૬૫ વર્ષના દાદી એ બાળકીને જન્મ આપી લોકોને આશ્ચર્ય માં મૂકી દીધા.

જી હા મિત્રો, જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ૮૦ વર્ષના દાદા જેનું નામ હાકીમ દિન છે  તેની ૬૫ વર્ષની પત્ની સાથે રહે છે. અમુક દિવસો અગાઉ જ તેની પત્ની ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેણે એક બાળકીને જન્મ આપ્યો છે. 

એટલું જ નહિ દસ વર્ષ અગાઉ જ તેના ઘરે એક પુત્ર નો પણ જન્મ થયો હતો અને હવે પુત્રી નો જન્મ થતાં તેઓ બહુજ ખુશ છે. હાલમાં ૬૫ વર્ષીય દાદીમા જમ્મુ કાશ્મીરની સૌથી મોટી વય માં માતા બનનારી પહેલી મહિલા છે.

ઘણી વખત ૪૭ વર્ષીય ઉંમરે સ્ત્રીઓ માતા બનવા માટે સક્ષમ હોય છે પરંતુ આ એક ચોંકાવનારી ઘટના છે જે લોકોના હોશ ઉડાવી દે તેવી છે. મહિલાના નામે જમ્મુ કાશ્મીરના સૌથી મોટી ઉમરની માતા બનવા માટેનો રેકોર્ડ બનાવી લીધો છે.