આધુનિક યુગની એક અનોખી શોધ: વૈજ્ઞાનિકોની બનાવી કેમેરા કેપ્સુલ

આધુનિક યુગની એક અનોખી શોધ: વૈજ્ઞાનિકોની બનાવી કેમેરા કેપ્સુલ

મેડિકલ ઉપકરણો બનાવવા વાળી ઇંગ્લેન્ડ ની એક કંપનીએ એક નાનકડા કેમેરાનું ઉપકરણ બનાવ્યું છે. જે કોલોનોસ્કોપી (આંતરડાના કેન્સરને શોધવાની પ્રક્રિયા) માં ઉપયોગી સાબિત થશે. કંપનીએ આ ઉપકરણ ને માનવ શરીર પર પરીક્ષણ માટે શરૂ પણ કરી દીધા છે. કેમેરા - ઈન - એ - પિલ નામનો આ અદભૂત કેમેરો દર્દી સરળ રીતે ગળી શકે છે. આ પિલકેમ ગળી ગયા પછી આંતરડામાં જઈ કેન્સરના કોષો છે કે નહિ તેની નજીક થી તપાસ કરશે.

શરીરની અંદર પણ ફોટા પાડશે :

કોલોનોસ્કોપી ના કારણે દર્દીઓ ને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ ઇંગ્લેન્ડ માં દર્દીઓને કોડ લિવર ઓઈલ આકારની ટેબ્લેટ ગળવાથી કોલોનોસ્કોપી માં રાહત મળશે. આ ટેબ્લેટ ગળવાથી આંતરડામાં રહેલા કેન્સરના કોષોને શોધી કાઢશે. ઇંગ્લેન્ડની એન. એચ. એસ નામની કંપનીએ ટેબલેટની અંદર 8.1 એમબી ના ડેટાના દરે મોટી સ્ક્રીન પર આસાનાથી જોઈ શકાશે.

આવી રીતે કામ કરશે પીલકેમ ટેબ્લેટ :

સાધારણ ટેબલેટની જેમ જ દર્દી તેને ગળી શકશે. જે મોટા આંતરડા માં જઈને અંદરના કોષોના ફોટો બહારની સ્ક્રીન પર રેકોર્ડિંગ માં દેખાશે. આ રેકોર્ડિંગ કમરમાં આસપાસ પહેરેલ પટ્ટા સાથે જોડાયેલ હોય છે. આ કામ કરવા માટે દવાખાને જવાની પણ જરૂર નથી. આ ટેબ્લેટ લીધા બાદ બીજી કોઇપણ દવા લેતા દર્દીને નુકસાન થતું નથી.

આ ટેબ્લેટ બનાવવા માટે પાંચ થી આઠ કલાક સમય લાગે છે. ટેબલેટ કેપ્સ્યુલ વાયરલેસ રીતે રેકોર્ડિંગ કરે છે, ત્યાર બાદ રેકોર્ડિંગ કેન્સર વિશેષજ્ઞ ને આપવામાં આવે છે.