ઘણી વખત મોબાઈલ ફોન ચોરી થઈ જવાથી અથવા મોબાઈલ પડી જવાના કારણે સીમ કાર્ડ ખોવાઈ જતું હોય છે. એવામાં નવા સીમ કાર્ડની જરૂર પડતી હોય છે. હવે આધાર કાર્ડની મદદથી તમે સરળતાથી સીમ એક્ટિવ કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે એક આધાર નંબર થી કેટલા સીમ ખરીદી શકો છો?
એક આધાર કાર્ડ પર કેટલા સીમ લઈ શકો?
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા કંપનીના જણાવ્યા પ્રમાણે એક આધાર કાર્ડથી 18 સીમ કાર્ડ ઇસ્યુ કરી શકાય છે એટલે કે ખરીદી શકાય છે. જો કે આની પહેલા TRAI કંપનીનાં નિયમ મુજબ 9 સીમકાર્ડ જ ખરીદી શકાતા હતા, પરંતુ હવે આ લિમિટ વધારી દેવામાં આવી છે. એટલે કે હવે 18 સીમ કાર્ડ ખરીદી શકાય છે. લોકોના બિઝનેસ અને અન્ય જરૂરિયાતોને કારણે આ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
તમારા આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર લિંક છે?
આ સાથે, તમારા આધાર નંબર સાથે કેટલા મોબાઈલ નંબર જોડાયેલા છે તે જાણવું તમારા માટે મહત્વપુર્ણ છે. તમારા આધાર નંબર નો કોઈ જગ્યાએ દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને? આધાર કાર્ડ સાથે કેટલા નંબરો જોડાયેલા છે તે જાણવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર લિંક છે તે જાણવા અંગેની પ્રોસેસ:
૧) સૌથી પહેલા તમારે https://uidai.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે.
૨) 'My Aadhaar' માં તમને 'Aadhaar Services' નો વિકલ્પ દેખાશે.
૩) 'Aadhaar Services' માં ‘Aadhaar Authentication History’ વિકલ્પ જોવા મળશે તેના પર કલીક કરો.
૪) પછી તે પેજમાં આધાર નંબર અને કેપચા કોડ દાખલ કરવાનો રહેશે Send OTP ઉપર કલીક કરો.
૫) Send OTP ઉપર કલીક કરવાથી નવું પેજ ખુલશે જેમાં કેટલાક ઓપ્શન જોવા મળશે જેમાં તમારે સૂચના ક્યાં પ્રકારની હિસ્ટ્રી જોવી છે અને ક્યાં સમય સુધીની હિસ્ટ્રી જોવી? તે સેલેક્ટ કરવું પડશે. ત્યારબાદ ઓટીપી (OTP) દાખલ કરી Verify OTP પર કલીક કરવાનું રહેશે.
૬) Verify OTP પર કલીક કરશો એટલે જે તે સમયગાળા દરમિયાન તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી જોવા માંગતા હતા તે બતાવશે.
આમ, તમારા આધાર કાર્ડનો ખોટી જગ્યાએ ઉપયોગ થાય છે કે નઈ તે તમે આવી રીતે જાણી શકો છો.
આવી વધારે માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો. આ માહિતી ગુજરાતના દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.