khissu.com@gmail.com

khissu

કપાસનાં ભાવમાં આગેકૂચ, ભાવ 1919 રૂપિયા, જાણો આજનાં (26/11/2022) બજાર ભાવ

કપાસની બજારમાં તેજીની આગેકૂચ યથાવત છે. રૂનાં ભાવ વધી રહ્યાં હોવાથી કપાસની બજારમાં પણ શુક્રવારે વધુ રૂ.૨૦થી ૩૦નો સુધારો જોવા મળ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કામાં મતદાન હોવાથી ખેડૂતો અત્યારે ચૂંટણીમા લાગી ગયા હોવાથી આવકો એકદમ કપાય ગઈ 
છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ ખેડૂતો માટે સ્પેશિયલ એપ લોન્ચ કરી, હવે મિનિટોમાં સમસ્યાનો ઉકેલ આવશે

સમગ્ર સૌરાષ્ટ્રનાં અગ્રણી પીઠાઓમાં આવકો ઘણા દિવસો બાદ ઘટીને ૧.૩૭ લાખ મણે પહોંચ ગઈ છે. આ બતાવે છેકે હવે ચૂંટણી પૂરી ન થાય ત્યા સુધી આવકો વધવી મુશ્કેલ લાગે છે. કપાસની વીણી કરવા માટે અત્યારે મજૂરો પણ મળતા નથી અને વધતી બજારમાં કોઈનું વેચાણ કરવું નથી.

કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની આવકો ૧૨થી ૧૫ ગાડીની થઈ હતી અને ભાવ રૂ.૧૭૩૦થી ૧૭૮૦, જ્યારે કાંઠીયાવાડમાંથી ૨૫થી ૩૦ ગાડીની આવક વચ્ચે ભાવ રૂ.૧૭૪૦થી ૧૮૨૦નાં હતાં સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૩૭ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા વાંકાનેર રૂ.૧૯૦૩ પ્રતિ મણનાં બોલાયા હતા.

આ પણ વાંચો: મગફળીનાં ભાવમાં ફરી વધારો, જાણો આજનાં મગફળીના લેટેસ્ટ ભાવ

જ્યારે સૌથી નીચા ભાવ બે-ત્રણ યાર્ડમાં રૂ.૧૭૦૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૭૫૦થી ૧૮૫૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 25/11/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17401860
અમરેલી12001832
સાવરકુંડલા17801865
જસદણ17801850
બોટાદ17401915
મહુવા15751832
ગોંડલ17711831
કાલાવડ17001870
જામજોધપુર17301841
ભાવનગર11311817
જામનગર16001870
બાબરા18001880
જેતપુર15001919
વાંકાનેર17001903
મોરબી17511861
રાજુલા16251800
હળવદ17001854
વિસાવદર17001846
બગસરા17101866
જુનાગઢ16501758
ઉપલેટા17001820
માણાવદર17801885
ધોરાજી17211871
વિછીયા17751860
ભેંસાણ16001838
ધારી17711840
લાલપુર17451846
ખંભાળિયા17501831
ધ્રોલ17001823
પાલીતાણા15901760
સાયલા17601860
હારીજ17001831
ધનસૂરા16001720
વિસનગર17001839
વિજાપુર16501823
કુકરવાડા17051800
ગોજારીયા17001793
હિંમતનગર15501822
માણસા17101818
કડી17401888
મોડાસા16501721
પાટણ17251848
થરા17901800
તલોદ17301810
સિધ્ધપુર17001859
ડોળાસા17941911
ટિંટોઇ16011740
દીયોદર17001760
બેચરાજી17001815
ગઢડા16551783
ઢસા17351785
કપડવંજ14501575
ધંધુકા17701860
વીરમગામ17401808
જાદર17001851
જોટાણા15321745
ચાણસ્મા17111833
ભીલડી17001735
ખેડબ્રહ્મા17051745
ઉનાવા16501841
શિહોરી16901775
લાખાણી15001772
ઇકબાલગઢ15001790
સતલાસણા16811775
આંબલિયાસણ17501812