અંબાલાલ પટેલ બાદ વલ્લભભાઈ એ કરી મોટી આગાહી, જાણો કયા મહિનામાં કેટલો વરસાદ ?

અંબાલાલ પટેલ બાદ વલ્લભભાઈ એ કરી મોટી આગાહી, જાણો કયા મહિનામાં કેટલો વરસાદ ?

 આ વર્ષે ચોમાસુ વહેલું આવશે તેવા સમાચાર વચ્ચે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેને લઈને હવામાન શાસ્ત્રીઓ તથા હવામાન વિભાગો દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે. થોડા દિવસ પહેલા કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળા એ આગાહી કરી હતી. તમને જણાવી દઇએ કે કાળાભાઈ ભુરાભાઈ છેલ્લા 40 વર્ષથી આગાહી કરે છે અને સચોટ આગાહીઓ પણ કરે છે. એવી જ રીતે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ આગાહી કરતાં રહે છે. એવામાં વલ્લભભાઈ ગોરધનભાઈ એ ચોમાસાને લઈને આગાહી કરી છે.

તમને જણાવી દઈએ કે વલ્લભભાઈ ગોરધનભાઈ કાલરીયા ગોંડલ તાલુકાના મોવિયા ગામના રહેવાસી છે. જેને આવનાર ચોમાસા ને લઈને આગાહી કરી છે.

તેને આગાહી કરી છે આવતા મહિને એટલે કે જૂન મહિનાની 1 થી 5 તારીખ અને 12 થી 15 તારીખ સુધીમાં વાવણી થાય તેવા વરસાદ પડશે. તેમજ તારીખ 21,29,30 દરમિયાન બીજો વાવણી લાયક વરસાદ થશે. આ તારીખ દરમિયાન મિત્રો આદ્રા નક્ષત્ર હોય છે. જેમાં 5 થી 8 ઇંચ જેટલો વરસાદ થતો હોય છે. જે વાવણી ગણવામાં આવતો હોય છે.

વલ્લભભાઈ ગોરધનભાઈ એ જુલાઈ મહિનાનાં વરસાદને લઈને પણ આગાહી કરી છે. તેને કહ્યું છે કે 1 થી 11,14,19 અને 21 તારીખ સુધીમાં ખૂબ જ સારો વરસાદ થશે. જેના કારણે જળાશયોમાં નવા નીર સાથે સપાટી ઊંચી આવશે.

ઓગસ્ટ મહિનાને લઈને વલ્લભભાઈ નું કહેવું છે કે 1 ઓગસ્ટ થી 24 સુધી ગરમી અને વાદળાં રહેશે. એનો મતલબ કે ગરમીનું પ્રમાણ વધશે. અને ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સારો વરસાદ થશે.

સપ્ટેમ્બર મહિનામાં વલ્લભભાઈ નાં અનુમાન મુજબ 2,3,5,20,21 અને 22 તારીખમાં ગાજવીજ સાથે સારો વરસાદ થશે. ઑક્ટોબર મહિનાની વાત કરીએ તો 22 તારીખ સુધીમાં ચોમાસું વિદાય લેશે. 22 તારીખ પછીના વરસાદને માવઠું કહેવાશે, જે પાક માટે નુકસાનકારક સાબિત થશે.

આ વર્ષના ચોમાસાને લઈને વલ્લભાઈ નું અનુમાન છે કે આ વર્ષે ચોમાસુ સારુ એવું રહેશે. ચોમસાની આ સિઝનમાં 12 થી 13 આની વરસાદ થશે. સમગ્ર ચોમાસમાં કુલ 46 દિવસો ચોમાસાના છે, જેથી આ ચોમાસુ સારું ગણી શકાય.