khissu

અંબાલાલ પટેલની ભયાનક આગાહી, ગુજરાતમાં આ તારીખ બાદ વધશે ઝેરી સાપનો ઉપદ્રવ, સાપ કરડવાની આગાહી કરી, ચેતી જજો

ચોમાસાને લઈને હાલ ગુજરાતમા બે વાતો થઈ રહી છે. એક તરફ કેટલાંક નિષ્ણાતો વિધિવત ચોમાસુ બેસી ગયાનો દાવો કરે છે. તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ સ્થિતિની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આવખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે.

સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોય છે. કારણકે, વરસાદનું પાણી જમીનમાં જતા સાપના દરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે. એવામાં સાપ દરની બહાર આવી જતાં હોય છે. આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલેકે, સાપ કરડવાના બનાવો પણ વધવાની શકયતાઓ છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

અંબાલાલ પટેલ આમ તો વરસાદ વાવાઝોડાની આગાહી કરતા હોય છે. તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે. આ વખતે અંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે.

અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે.