બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન અવારનવાર પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા વિશે નવી નવી વાતો કરતાં રહે. હાલમાં જ એશ્વર્યાએ અમિતાભના 79માં જન્મદિવસ પર એક પારિવારિક તસવીર શેર કરી અને તેના સસરા બિગ બીને શુભેચ્છા પાઠવી. અમિતાભ ઘણીવાર પુત્રવધૂ એશ્વર્યા રાયના વખાણ પણ કરે છે.
ઉલ્લેખનીય છે કે, એશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્ન વર્ષ 2007માં થયા હતા. તેમના લગ્નના ચાર વર્ષ પછી એટલે કે વર્ષ 2011માં તેમની પુત્રી આરાધ્યાનો જન્મ થયો. પૌત્રીનો જન્મ થતાં જ 'બિગ બી' જલસા બંગલામાંથી બહાર આવ્યા અને મીડિયામાં તેમના પરિવારમાં નવા સભ્ય વિશે વાત કરી હતી અને કહ્યું કે તેમની પૌત્રી એકદમ એશ્વર્યા રાય જેવી લાગે છે. ત્યારે હવે અમિતાભે એશ્વર્યા રાયના દુખ અને પ્રસવ પીડા વિશે વાત કરીને વખાણ કર્યા છે.
અમિતાભ બચ્ચને એ રાત વિશે વાત કરી હતી કે જે દિવસે એશ્વર્યાએ આરાધ્યાને જન્મ આપ્યો હતો. તેણે કહ્યું કે એશ્વર્યા રાયે ડિલિવરીની રાત્રે પેઇનકિલર લેવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, "અમે 14 નવેમ્બરની રાત્રે હોસ્પિટલ ગયા હતા. ડોક્ટરોએ અમને કહ્યું કે બાળકની ડિલિવરી અત્યારે પણ થઈ શકે છે, પરંતુ 16 નવેમ્બરની સવારે એશ્વર્યાએ બાળકને જન્મ આપ્યો.
અમિતાભે કહ્યું હતું કે એશ્વર્યા રાયની ડિલિવરી નોર્મલ હતી. તેમણે કહ્યું હતું કે આજકાલ લોકો સી-સેક્શન અને અન્ય વસ્તુઓ પસંદ કરે છે. પરંતુ એશ્વર્યા રાય નોર્મલ ડિલિવરી ઇચ્છતી હતી. જો કે તેમને સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ હું તેની સરાહના કરુ છું કે લાંબા સમય સુધી લગભગ 2-3 કલાક, તીવ્ર પ્રસવ પીડા હોવા છતાં પેઇનકિલર્સ પણ નહોતી લીધી.