રાજ્યમાં ચોમાસાનાં આગમન પહેલાં જ છેલ્લા 5 દિવસથી છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેની વચ્ચે આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે થી પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ અમદાવાદ, ખેડા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાકમાં હવામાન મોડેલ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે. જેના કારણે મોટા ભાગના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન મોડેલ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમા ભારે વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, તેમજ ભરૂચ, સુરત અને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાથે જ કચ્છ સહિત છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન મોડેલ મુજબ બપોર બાદ સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલથી વરસાદનું જોર ઓછું જોવા મળશે.