સૌથી બુદ્ધશાળી માણસો નાં દેશ જાપાન વિશે અદ્ભૂત તથ્યો

સૌથી બુદ્ધશાળી માણસો નાં દેશ જાપાન વિશે અદ્ભૂત તથ્યો

જ્યારે પણ બુદ્ધિશાળી પ્રજા ની વાત આવે ત્યારે જાપાની લોકો યાદ આવે જ. જાપાની લોકો દુનિયા ની સૌથી વધુ મહેનતુ પ્રજા તરીકે ઓળખાય છે. જાપાન દેશ માં આવર નવાર ભૂકંપના ઝટકા આવતા જ રહે છે. આટલી આફતો પછી પણ જાપાન દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા છે. તો ચાલો જાણીએ જાપાન વિશે એવા તથ્યો જે તમને નવાઈ પણ પામાડશે અને જ્ઞાન પણ વધારશે.

  • જાપાન નાના નાના દ્વીપ સમૂહો નો બનેલો દેશ છે. જાપાનમાં કુલ 6800 થી વધારે પણ ટાપુઓ આવેલા છે. પરંતુ 97% જાપાન ખાલી ચાર ટાપુઓથી બનેલું છે.
  • અજીબ વાત એ છે કે જાપાનમાં મોટાભાગના મોબાઈલ વોટરપ્રૂફ જોવા મળે છે. કારણ કે જાપાનના લોકો નહાતી આ વખતે પણ મોબાઈલ વાપરે છે.
  • આખી દુનિયામાં સૌથી વધારે ભૂકંપ પણ જાપાનમાં જ થાય છે. તમને જાણીને નવાઈ થશે કે જાપાનમાં દરરોજ લગભગ ચાર જેટલા ભૂકંપ આવે છે. 
  • જાપાનમાં વધારે ભૂકંપ આવવાનું કારણ ત્યાં આવેલા જ્વાળામુખીઓ છે. જાપાનમાં 108 સક્રિય જ્વાળામુખી છે. જે ગમે ત્યારે ભારે તારાજી સર્જી શકે છે.
  • આપણા દેશ ભારતમાં કાળી બિલાડી ને અશુભ માનવામાં આવે છે તેનાથી ઊલટું જાપાનમાં કાળી બિલાડી ને શુભ માનવામાં આવે છે.
  • દુનિયાના ગમે તે દેશમાં રસ્તા અને સડકને નામ આપવામાં આવે છે. પરંતુ જાપાનમાં મોટાભાગની સડકો ને કોઈ નામ આપવામાં આવતું નથી.
  • વર્ષ 2011માં જાપાનમાં એવો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો તેનાથી પૃથ્વી ધરી ભ્રમણની ગતિ  ૧.૮ માઇક્રો સેકન્ડ જેટલી વધી ગઈ હતી.
  • જાપાન ના લોકો ને સરેરાશ ઉંમર આખી દુનિયામાં સૌથી વધારે છે. જાપાનના સો વર્ષથી વધારે ઉંમરના લોકો તમને ઘણા જોવા મળશે.
  • જ્યારે આપણા દેશમાં ટ્રેન કલાકો મોડી ચાલે છે ક્યારે જાપાનમાં જ ટ્રેન થોડી સેકન્ડો જ મોડી પડે તો બ્રેકિંગ ન્યુઝ બની જાય છે.
  • તમને જાણીને નવાઈ થશે કે જાપાની સ્કૂલોમાં જ્યાં સુધી બાળક 10 વર્ષનું ના થાય ત્યાં સુધી તેને કોઈપણ પ્રકારની પરીક્ષા દેવી પડતી નથી.