હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. આ નવી આગાહીમાં જણાવ્યું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. એટલે કે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. ખેલૈયાની અને આયોજકોની મોજ બગડી શકે છે.
આ સાથે જ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તા. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.
તો વળી અંબાલાલે વાત કરી કે તેમજ તા. 10 ઓક્ટોમ્બરથી તા. 13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલે તારીખ 18મીથી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે પણ રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવી છે. પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.