ગુજરાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ આગાહી કરી છે.
ઓગસ્ટમાં બંગાળના ઉપ સાગરમાં બે સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે વરસાદ આવી શકે છે
આગાહી મુજબ 3 અને 4 ઓગસ્ટ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે.
આગાહી અનુસાર 8 ઓગસ્ટથી વરસાદનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 8 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દરમિયાન નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે..
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 12 અને 13 ઓગસ્ટ તેમજ 16 અને 17 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
નવી આગાહી મુજબ 23 ઓગસ્ટ પછી પણ વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. 27 થી 30 ઓગસ્ટ વચ્ચે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે.
આગાહીમાં તેમના કહેવા પ્રમાણે જો 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રમાં વરસાદ થાય છે, તો એ પાણી કૃષિ પાક માટે સારું ગણાય છે.