Ambapal Patel Agahi: 1) અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ જશે.
2) અંબાલાલ પટેલે ખેડૂતોની વાવણી અંગે વાત કરતા જણાવ્યુ કે, મૃગશીશ નક્ષત્રમાં જે વરસાદ થાય તેનું પાણી સારું ગણાતું નથી. વાવણી માટે હજી મોડું થયું નથી. 21મી અડધી રાતથી ચોમાસું ફરીથી સક્રિય થશે.
3) 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલુ થાય છે. આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે.
હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ કે, તારીખ 18થી 20માં અરબ સાગરમાં લો પ્રેશર બનશે અને મહારાષ્ટ્રના ભાગોમાં 20મીની આસપાસ ભારે વરસાદ થશે.
4) 20મી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે અને 28મી જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા છે.
5) સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં આ સાથે ખેડા જિલ્લાના કેટલાક ભાગોમાં આજથી 22 તારીખ સુધીમાં પવનની ગતિ વધારે રહેશે. આશરે 40 કિમી ઉપરનો પવન ફૂંકાશે.
6) અંબાલાલ પટેલે જણાવ્યુ કે, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં પણ પવન ફૂંકાશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
7) જ્યારે 28 તારીખોમાં આહવા અને ડાંગમાં ભારે વરસાદ થશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
8) અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિભારે વરસાદ પણ થઇ શકે છે.
મધ્ય, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બે ઇંચ કરતા તેનાથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે. આવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.