રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી નવી આગાહી, જાણો તારીખ સાથે શું છે આગાહી

રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી નવી આગાહી, જાણો તારીખ સાથે શું છે આગાહી

સમગ્ર દેશ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે. મોટાભાગના રાજ્યોમાં તાપમાનનો પારો 40 ઉપર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે.

અને દરેક લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. તેમજ અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 30 કિલોમીટર સાથે આંધી વંટોળ (Dust Storm) રહેવાની શક્યતા છે.

તો 6 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં (rohini nakshatra) ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

આ ઉપરાંત કેરળમાં બેસતું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શક્યતા છે. તેમજ આગામી 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ મોન્સુનની એક્ટિવ થતાં 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. અને 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહેલી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

તા 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 8 જૂને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થવાની શક્યતા છે. તો 18 થી 20 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ વરસાદ ભારે પવનો અને વીજળીના કડાકા સાથે રહે તેવી સંભાવના રહેલી છે.

ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે
જો કે, હવામાન વિભાગની આગામી પ્રમાણે આવનારા સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ આપવામાં આવ્યું છે.

તેમજ 25 -30 km ની ઝડપે પવન ફૂંકાશે.કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે. હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે.