અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: વરસાદના બે રાઉન્ડ: બાકી રહેલા જીલ્લામાં આ તારીખોમાં ભારે વરસાદ

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: વરસાદના બે રાઉન્ડ: બાકી રહેલા જીલ્લામાં આ તારીખોમાં ભારે વરસાદ

ગુજરાતના હજુ એવાં ઘણા જિલ્લાઓ છે જેમાં વરસાદ નથી વરસ્યો. અથવા તો ફ્કત ઝાપટાઓ જ પડ્યા છે પરંતું જોઇએ તેટલો વરસાદ નથી વરસ્યો. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રિસાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે.  એવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ખેડુતો માટે ખુશીના સમાચાર આપ્યા છે.

અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરનાં અમુક વિસ્તારોમાં વરસાદ ની કમી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી 6 જુલાઇ સુધીમાં અમદાવાદ નાં વિસ્તારોમાં મેઘ મહેર થઇ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સમાન્ય થી હળવા વરસાદના સંકેત આપવામા આવ્યા છે.

ધીરે ધીરે એક સપ્તાહ સુધીમાં સમગ્ર રાજ્યમા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં સરક્યુલેશન સર્જાવાના કારણે 10 તરીખથી લઇને 15 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અંબાલાલ પટેલે ભારે વરસાદનો વર્તારો આપ્યો છે. આજે અને કાલે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે, જ્યારે 8 અને 9 તારીખ સુધીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 10 અને 15 જુલાઈ વચ્ચે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ તેવી આગાહી કરી છે.  

સાથે જ અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતના ખેડુતોને સૂચન કરતાં જણાવ્યુ છે કે તેમને ચિંતા કરવાની જરૂર નથી. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિતનાં વિસ્તારોમાં સારો એવો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.