khissu

વરસાદનાં હજુ એક રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર, આ વખતે તો પાણી જ પાણી...

રાજયમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આજે આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 

સૌરાષ્ટ્રના આ વિસ્તારોને ધમરોળી શકે છે મેઘરાજા 
જ્યારે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ માહિતી આપી કે, આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ખાસ કીરને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે 10 મી તારીખે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ તૂટી પડશે. પરંતું 11 મી પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. બાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

સોમવાર
બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી કચ્છમાં અતિભારે વરસાદ આવશે. તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, ભરૂચ, સુરત, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી.

મંગળવાર
આણંદ, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. તો પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.

બુધવાર
ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી

15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવનાઃ અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યા છે. આગાણી 15થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

15 જુલાઈથી શરૂ થશે વરસાદનો રાઉન્ડ'
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 11 જુલાઈ બાદ વરસાદમાં થોડી રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈથી એકવાર વરસાદ શરૂ થશે. જે લગભગ 23 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે.