Ambalal patel/ કાલથી ચોમાસું આગળ વધશે, વાવણી લાયક વરસાદ તારીખ અને વાવાઝોડાની 10 આગાહી, જાણો

Ambalal patel/ કાલથી ચોમાસું આગળ વધશે, વાવણી લાયક વરસાદ તારીખ અને વાવાઝોડાની 10 આગાહી, જાણો

  • અરબી સમુદ્રમાં તીવ્ર વાવાઝોડું બન્યું. 
  • 200km/h ની ઝડપે પવન ફૂંકાશે:અંબાલાલ પટેલ 
  • ગુજરાત માટે વાવણીની તારીખો 
  • ચોમાસું ક્યારથી આગળ વધશે? 

1) ઘણા સમયથી જેમની રાહ જોઈ રહ્યા છીએ તે આગામી 48 કલાકમાં કલાકમાં કેરલમાં દસ્તક દે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. સાથે અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું પણ બની ગયુ છે. આમ, અલગ અલગ વાતાવરણ બનતા નવી નવી આગાહી આવી રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આજે મોટી આગાહી જણાવી છે. 

2) ૮ અને ૯ જૂનના રોજ દરિયા કિનારે ૭૦થી ૯૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્‍યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

3) જ્‍યારે ૯ જુન બાદ વાવાઝોડુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે. જેમાં ૧૪ જુન આસપાસ પવનની ઝડપ ૨૦૦ કિમી પ્રતિ કલાક સુધી હોવાનું અંબાલાલ પટેલે ઉમેર્યું હતું.

4) અંબાલાલ પટેલે આગળ જણાવેલ કે, ગુજરાતમાં ચોમાસુ બેસવાની સંભાવનાઓમાં ૨૩, ૨૪, ૨૫ જુનથી ૮ જુલાઇ વચ્‍ચે છે. આ દિવસો દરમિયાન સારો વરસાદ પડી શકે છે.

5) અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જુલાઇ માસમાં સારો વરસાદ પડવાની સાથે ઓગસ્‍ટમાં હવાના દબાણ ઉભા થશે પણ વરસાદ ઓછો રહેશે.

6) બિપોરજોય વાવાઝોડુ રાજ્‍યના દક્ષીણ સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતના ભાગોમાં વરસાદ લાવશે તેવી આગાહી તેમણે કરી હતી, ઉપરાંત મુંબઇ અને મહારાષ્‍ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી.

7) વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં ૪ ઇંચ અને કચ્‍છમાં પણ વરસાદની શક્‍યતાઓ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

8) આગળ જણાવ્યું હતું કે વાવાઝોડુ ઓમાન તરફ ભલે જાય પણ ભારે પવન અને વરસાદથી કાંઠા વિસ્‍તારમાં નુકસાનની સંભાવના છે.

9) આગળ સપ્‍ટેમ્‍બર અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતાઓ જણાવી છે. ૫થી ૧૭ ઓકટોબરે ભારે પવન ફૂંકાશે. તે દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ અંબાલાલ પટેલે જણાવ્‍યું હતું.

10) ઉપરાંત હવામાન ખાતાની સુચના અને નિર્દેશોનું પાલન કરવા પણ અંબાલાલ પટેલે વારંવાર જણાવ્‍યું હતું.