khissu

ગુજરાતનું હવામાન રમણ-ભમણ થઈ જશે, અંબાલાલ પટેલની ખતરનાક આગાહીથી ગુજરાતી ધ્રુજી ઉઠ્યાં

Ambalal Patel predicted: સામાન્ય રીતે દર વર્ષે 22 મી મે સુધીમાં આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થતું હોય છે. આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થઈ શકે છે. અંદાજે 19 મી મેથી આંદામાનમાં ચોમાસુ દેશમાં દસ્તક દઈ શકે છે ત્યારે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

ગુજરાતમાં ગરમ પવનની આંધી ફુંકાઈ શકવાની વાતો સામે આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વખતે ઉનાળો કંઈક અલગ જ વાતાવરણ ઉભું કરશે. ક્યારેક તમને ચોમાસા જેવો અહેસાસ કરાવશે તો ક્યારેક આકાશમાંથી આગનો વરસાદ કરશે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલે પોતાની આગાહીમાં આગળ વાત કરી કે 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળતી હોય છે.

તો આ તરફ હવામાન વિભાગનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે ૧૯મી મેથી આંદામાન નિકોબારમાં દસ્તક દઈ શકે છે. જે આગળ વધીને 1 જૂનનાં રોજ તે કેરળનાં કાંઠે આવી પહોંચશે અને પછી દેશનાં અન્ય ભાગોમાં વિસ્તરશે. સામાન્ય રીતે આંદામાન નિકોબારમાં ચોમાસુ 22મી મે પછી શરૂ થતું હોય છે પણ આ વર્ષે તે ૩ દિવસ વહેલું શરૂ થઈ શકે છે.  આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થશે. 19મી મેથી આંદામાન નિકોબારમાં ચોમાસું દસ્તક દેશે.