દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પૂરનું સંકટ આવી શકે છે.
તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને ઓડિસાથી આવતો ભેજ અને સાયક્લોનિલ સર્ક્યુલેશ એક થતા અતિભારે વરસાદની આગાહી છે. જે મુજબ 30 જૂને સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે.
30 જૂન ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
1 જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી
2 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી