અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી: જાણો ગુજરાતમા ક્યારે ચોમાસુ બેસશે

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી: જાણો ગુજરાતમા ક્યારે ચોમાસુ બેસશે

વાવાઝોડા બાદ વરસાદે બ્રેક લીધો છે. ફરી તડકો જોવા મળ્યો છે. ગુજરાતમાં હજી સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થઈ નથી. પરંતુ ચોમાસા પહેલા જ તેની આગાહી આવી ગઈ છે. ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ તૂટી પડશે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 26 અને 27 જૂને અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો ૩૦ જૂનથી ૪ જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.  

ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસા અંગેની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં પહોંચે તેવું અનુમાન છે. પરંતું 26 થી 27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહન તા. ૨૩,૨૪,૨૫ જૂનમાં સક્રિય થશે. જેથી દક્ષિણ, પૂર્વીય તટ ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.


ભારે વરસાદથી પૂર આવશે 
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વર્ષે દ. ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચોમાસું અતિભારે રહેશે. જેથી નદીઓના જળસ્તર પણ વધશે. ખાસ કરીને નર્મદા, તાપી નદી, સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે. તો સાથે જ નાના જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. આ વરસાદ ગુજરાતની પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવશે.

તારીખ 23, 24 અને 25 માં મધ્ય ભારતના ભાગો તેમજ છત્તીસગઢ, મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, વિદર્ભના ભાગો, મુંબઈ- મહારાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ રહેશે. તારીખ 26 અને 27 જુને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. તો તા. ૩૦ જૂનથી 4 જુલાઈ સુધી ગુજરાત- સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહે. તારીખ 5 થી 8 જુલાઈની વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે.