ફરી વરસાદ બોલાવશે બઘડાસટી, અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, જાણો શું ?

ફરી વરસાદ બોલાવશે બઘડાસટી, અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, જાણો શું ?

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન અંગે સચોટ આગાહી કરનાર નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોને લઇને અનુમાન (Gujarat Rain Forecast) લગાવ્યું છે. અંબાલાલ પટેલે ગુજરાતને તરબોળ કરતી આગાહી કરી છે. હાલ ચાલી રહેલા જુલાઇ મહિના અંગે અનુમાન લગાવતાં તેમણે જણાવ્યું કે, જુલાઇ મહિનામાં આગામી સમયમાં વરસાદના જબરા વહન, લો પ્રેશર અને ડિપ્રેશનની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તારીખ 12 જુલાઇ સુધી વરસાદની શક્યતાછે. તેમાં પણ 10 તારીખ સુધી ભારેથી અતિભારેની સંભાવના છે. જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર ભારે વરસાદની સંભાવના રહેશે. જૂનાગઢ, વેરાવળમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે.આ વરસાદનું વહન જબરું છે. આ વહન પશ્ચિમ ઘાટને તરબોળ કરશે. ગુજરાતના ઘણા ભાગોને તરબોળ કરશે. કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે

15મી જુલાઇએ પણ બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઉભું થશે. તે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ લાવશે. પશ્ચિમના છેડે વરસાદ લાવતાં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 15 પછી 17થી 20 જુલાઇમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

ખાસ કરીને 20મી પછી જે વહન આવી રહ્યું છે, તે ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. આ વહન જબરું હશે. જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ગંગા-જમનાની જળસપાટીમાં વધારો થશે. ઉત્તર ભારતની નદીઓમાં પુર આવવાની શક્યતા રહેશે. એટલે કે, 20મી તારીખનું લો પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાય તો નવાઇ નહીં.

23મી જુલાઇની આસપાસ પણ એક લો પ્રેશર બનશે. આ બેક ટુ બેક લો પ્રેશર બની રહ્યું છે, જે ગુજરાત માટે સારું ચોમાસું લઇને આવી રહ્યું છે. સાથે જ ઓગસ્ટમાં પણ બેક ટુ બેક લો પ્રેશન બનવાના છે.
 

ઉપરાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે, આગામી 36 કલાકમાં બનાસકાંઠાના ભાગો પાલનપુર, રાધનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં વરસાદ થશે. જેમાં કોઇ-કોઇ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠામાં કેટલીક નદીઓમાં પુર પણ આવવાની શક્યતા રહેશે. ઉપરાંત મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાની રૂપેણ જેવી નદીઓ, ખારી જેવી નદીઓમાં પાણીની આવક વધી શકે તેમ છે.