khissu

નવી નકોર અંબાલાલ પટેલની આગાહી, બે વાવાઝોડા, કઈ તારીખે ગુજરાતમાં વાવણી, મીની વાવાઝોડું ક્યાં?

આજે ગુજરાતમાં સામાન્ય થંડર સ્ટ્રોમ એક્ટિવિટિ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયક્લોનિક એર સકર્યુંલેશન સર્જાતાં ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો આવશે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અતિ ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડે તેવી આગાહી.

૧) ગઈ કાલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી વાવાઝોડાની અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

૨) અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં 7 થી 11 જૂનમાં વાવાઝોડુ આવી શકે છે.

3) ગુજરાત નજીક અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનશે, જે 7થી 11 જુન વચ્ચે જોર પકડશે. જેમને કારણે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે.

૪) અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8થી 11 જૂનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે.

૫) કાકાએ ગુજરાતમાં આવનાર 15 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી જણાવી છે.

૬) આગાહીમાં તેમને જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.

૭) આગાહીમાં આગળ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદ અને મધ્ય સાથે ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદ પડવાની સંભવાનાઓ છે.

8) નવી આગહીમાં અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે વાવાઝોડાને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. તેમણે ચોમાસાને લઈને કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં 15થી 17 જૂને ચોમાસુ બેસી શકે છે. જ્યારે 22થી 25 જૂને રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ છે. 

૯) હવામન વિભાગે પણ આગામી બે દિવસ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફુંકાવાની આગાહી કરી છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદવાદમાં 7 અને 8 જૂનના રોજ યેલો એલર્ટ જાહેર કરાયું છે.

૧૦) આગાહી મુજબ અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની શક્યતા છે.