Ambalal patel 2024: આવતા મહિને એટલે કે 8 થી 12 જૂલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે આજે જણાવી છે.
આ મહિને એટલે કે જૂન મહિનામાં, તારીખ 27 થી 30 જૂન સુધી જૂનાગઢમાં અતિભારે વરસાદ પડશે.
જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખામાં વરસાદ આવવાની આગાહી જણાવવામાં આવી છે.
ગુજરાતના મધ્ય ભાગ એટલે કે મધ્ય ગુજરાત, સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે તેમ જણાવ્યું હતું.
આજથી એટલે કે 27 જૂનથી 5 જૂલાઈ સુધી ગુજરાતનાં બાકીના ભાગમાં વાવણી લાયક વરસાદ આવી જશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે આખા ગુજરાત ભરમાં ચોમાસું બેસી ગયુ એટલે કે પહોંચી ગયુ તેવી જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના ઘણા બધા જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડી ગ્યો છે. તેમ છતાં ઘણા વિસ્તારો હજી કોરા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને ઉત્તર પશ્વિમ સૌરાષ્ટ્ર અને અમદાવાદ લાગુ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.