14, 15, 16 જાન્યુઆરી ત્રણ દિવસ અંબાલાલ પટેલની મોટી આગાહી, દરેક ગુજરાતી જાણી લેજો

14, 15, 16 જાન્યુઆરી ત્રણ દિવસ અંબાલાલ પટેલની મોટી આગાહી, દરેક ગુજરાતી જાણી લેજો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 14, 15, 16 જાન્યુઆરી ઠંડીથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે. રાજ્યમાં રાજ્યમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થશે. જેમાં મહતમ તાપમાન 34 ડિગ્રીથી વધુ થઈ શકે છે. આ ઉપરાંત તારીખ 14 થી 18 જાન્યુઆરી રાજ્યમાં વાદળો રહેશે.

હાલમાં ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. તો વળી 24 કલાકમાં તાપમાન ઘટતા ફરી ઠંડી વધશે. જેમાં નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ 15 ડિગ્રી અને ગાંધીનગર 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને ડીસા 12 ડિગ્રી, ભુજ 11 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. ત્યારે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે.

ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 15 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી રહી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી રહી શકે. 10-11 જાન્યુઆરીમાં કંઈક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે.

ઉત્તરાયણથી ઠંડી ઘટવાની સાથે સાથે અંબાલાલનું કહેવું છે કે જો કે પવન સારો રહી શકે છે. સવારે 6 km/h પવન રહી શકે, પરંતુ સવાર બાદ 10 થી 15 km/h રહી શકે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી પુનઃ ઠંડીની શક્યતા છે.

27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે.ઉતરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે. જેમાં પંજાબ, હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે.