અંબાલાલ પટેલે વરાપ ની માહિતી આપતાં જણાવ્યું છે કે બંગાળના ઉપસગરનું વહન ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ એમપી, બિહાર તરફ ફંટાઈ જતા ગુજરાતમાં વરસાદની અસર ઓછી રહેશે અને ઉપર જણાવેલા ભાગોમાં 17 થી 20 તારીખ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં 22 તારીખ સુધી વરાપ નીકળશે. જો કે 22 તારીખ સુધીમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવું ઝાપટું પણ પડી શકે છે.
વરસાદના બીજા રાઉન્ડને લઈને આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે 22 તારીખ પછી સારો વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના કોઈક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
પુષ્ય નક્ષત્ર
અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્રને લઇને આગાહી કરતા જણાવ્યું છે કે 20 તારીખ પછી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે પહેલા પુનર્વસુ નક્ષત્ર છે. ખેડુતો વખ અને પખ તરીકે પણ ઓળખે છે. હાલમાં પુનર્વસુ નક્ષત્ર શરૂ છે. તેમાં વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું નથી. પરંતુ 20 તારીખ પછી પુષ્ય નક્ષત્રોમાં એટલે કે પખમાં થતાં વરસાદનું પાણી ઊભા પાક માટે સારું છે. જે બે ઓગસ્ટ સુધી રહશે. બે ઓગસ્ટ પછી વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું નથી.
બીજા રાઉન્ડમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં સારો વરસાદ વરસી શકે છે. જ્યારે 24 થી 26 તારીખ સુધીમાં સમયગાળામાં દરિયા કિનારાનાં કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.