khissu

હવે સાત દિવસ ગુજરાતમાં માટે કેવા રહેશે?? ગરમી કે વરસાદ ?? જાણી લો અંબાલાલ પટેલની ઘાતક આગાહી

Ambalal Agahi: હાલમાં ગુજરાતમાં વાતાવરણ કંઈક લોચે ચડ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ઉત્તર ગુજરાતમાં શનિવારે પશ્ચિમી પવનોના કારણે હવામાં ભેજનું પ્રમાણ 40 થી 80% ની વચ્ચે પહોંચી ગયું હતું. જેને લઇ દિવસ અને રાતના તાપમાનમાં 2 ડિગ્રી સુધીની વધઘટ જોવા મળી રહી હતી. તો વળી ઉત્તર ગુજરાતના મુખ્ય સાત શહેરોમાં દિવસનું તાપમાન 33 ડિગ્રીથી 35.1 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જ્યારે રાત્રીનું તાપમાન 20.9 ડિગ્રીથી લઇ 24.6 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.

આ બધાની વચ્ચે જો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો એક સપ્તાહ સુધી દિવસ અને રાત્રીના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી થવાની. તો વળી સાત દિવસ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહી શકે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત અને ભારત માટે નવી આગાહી કરી છે. ઓક્ટોબર મહિનામાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અંબાલાલનું કહેવું છે કે ગરમી સાથે અનેક વાવાઝોડા આવવાની શક્યતા છે. દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. 9 ઓક્ટોબર સુધીમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. ઼

અંબાલાલે કહ્યું કે આટલી વાત પછી પણ મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. એેક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કરા સાથે વરસાદની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતમાં 8 ઓક્ટોબર સુધીમાં વાદળો આવશે અને કદાચ વરસાદ પણ થઇ શકે. સવારે અને રાત્રે ઠંડા પવનો આવશે. એટલે આ વખતે ચોમાસું પાછળ જઇ શકે છે.