ખેડુત ભાઈઓ કુદરતી આફત માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલની હાજા ગગડી જાય એવી આગાહી

ખેડુત ભાઈઓ કુદરતી આફત માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલની હાજા ગગડી જાય એવી આગાહી

કુદરતની કરામત ફક્ત કુદરત જ જાણી શકે છે. અત્યાર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ ચૂકી છે, પરંતુ કોણ જાણે કેમ, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડતો ન હતો. વરસાદના અભાવે ઉત્તર ગુજરાતમાં લોકો અને ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી, પરંતુ ગઈકાલે ઉત્તર ગુજરાતમાં કુદરતની મહેર થઈ હતી અને છેવટે ઉત્તર ગુજરાતમાં મેઘસવારી આવી પહોંચી હતી.

આજે સવારે પણ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જેવા જિલ્લામાં ખાસ્સો એવો વરસાદ નોંધાયો છે. જેના કારણે સ્થાનિકો સહિત ખેડૂતો ખુશ-ખુશ થઈ ગયા છે.  આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી સામે આવી છે.

શું કહ્યું અંબાલાલ પટેલે?
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે, આગામી 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો 11 અને 12 ઓગસ્ટે ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 16થી 22 ઓગસ્ટે ગુજરાતભરમાં વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. જેના કારણે નદીઓમાં નવા નીર આવશે તો ડેમમાં પણ પાણીની આવક થશે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

23 તારીખ પછી પડશે વરસાદી ઝાપટા
તેમણે જણાવ્યું કે આગામી 23 ઓગસ્ટથી મેઘરાજા થોડો વિરામ લેશે. 23 તારીખ પછી રાજ્યના અમુક ભાગોમાં વરસાદી ઝાપટા થશે. બુધ-શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ  બાદ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માછીમારીને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ક્યાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં અતિભારે વરસાદની આગાહી છે.