જાણીતા હવામાન આગાહી કાર અંબાલાલ પટેલે નવી નક્કોર અગાહી કરતા જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. જો કે હજુ પણ 30 જૂન સુધીમાં ગૂજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ થશે.
ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વિસનગર આ વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. ત્યારે બનાસકાંઠા, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી માં સારો વરસાદ નથી, પરંતું મધ્યપ્રદેશના સંલગ્ન ભાગોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાના વિસ્તારોમાં અમરેલી, ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી શકે છે. સાથો સાથ 15 જુલાઇ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં અતી ભારે વરસાદ પણ થઈ શકે છે.