Gujarat Weather: હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે ડિસેમ્બરમાં પડવી જોઈએ તેવી ઠંડી 15 દિવસ બાદ પણ પડી રહી નથી. હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ નવી આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે ચોમસાની પેર્ટન કોયડા સમાન રહી હતી. તેમ શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેશે. તાપમાનમા વધઘટ પણ જોવા મળ્યા કરશે.
અંબાલાલ પ્રમાણે વેસ્ટન ડિસ્ટર્બન્સ જેવા મજબૂત આવવા જોઈએ તેવા આ વખતે આવ્યા નથી. જેના કારણે ઠંડી વધી નથી એવું પણ લાગી રહ્યું છે. 17થી 19 ડિસેમ્બરમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. ત્યાર બાદ 20 અને 21 ડિસેમ્બરના ઠંડી વધવાની શક્યતા છે.
અંબાલાલની આગાહી પ્રમાણે નાતાલની આસપાસ ઠંડીનું જોર વધશે. 29થી 31 ડીસેમ્બરના દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે. દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયુ હોવાના પણ અહેવાલ છે. આ વખતે જાન્યુઆરી માસમા હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે.
5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો 7થી 10માં જાન્યુઆરીના દક્ષિણ ભારતમા વરસાદના કારણે મુંબઈનુ હવામાન પલટાઈ જશે અને ત્યાં મોટા ફેરફારો જોવા મળશે. જે બાદ 10થી 13માં જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવશે અને 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.
આગળની આગાહી પ્રમાણે 24 જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે. ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે.