Ambalal Patel:અંબાલાલ પટેલે આ વર્ષના ચોમાસા વિશે વાત કરતાં આગાહી કરી કે આ વર્ષે ચોમાસું વહેલા શરુ થવાની શક્યતા છે. 8 થી 12 જૂનમાં ચોમાસાની શરૂઆત થશે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરું થાય છે. પરંતુ આ વર્ષે આંધીવંટોળ અને ભારે પવન સાથે વરસાદ રહેશે. જો કે ગુજરાતમાં હવે બારેમાસ ચોમાસું જેવી સ્થિતિ રહે છે. વર્ષના વચલા દહાડે ગમે ત્યારે કમોસમી વરસાદ આવી ચઢે છે.
ગુજરાતમાં 28 જૂનથી મોટાભાગના જિલ્લામાં સારો વરસાદ રહેવાની શક્યતા પણ અંબાલાલે વ્યક્ત કરી છે. જુલાઈ માસમાં સારો વરસાદ ખાબકશે. પાક માટે આ વર્ષે પશ્ચત્તર વરસાદની શક્યતા રહેતા દુધિયા દાણા આવાની અવસ્થામાં પાક ઉપર વિષમ અસર થાય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ તો વલસાડ અને બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.
જો કે અંબાલાલે એ વાત પણ સાથે સાથે કરી કે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. જો કે હવે જૂન શરૂ થયા પછી ખબર પડે કે વરસાદ કેવો રહેશે.