khissu

ભારત પહેલાં તો ગુજરાતમાં રેલમછેલ થશે, અંબાલાલે ટકોરો મારીને કહ્યું- આ તારીખે પડશે પહેલો વરસાદ

ambalal patel prediction: અંબાલાલ પટેલે પોતાની નવી આગાહી કરતાં પ્રી-મોન્સુન એક્ટિવિટીની વાત કરી છે. જેમાં તેમણે રાજ્યમાં ક્યારે અને ક્યાં એક્ટિવિટીની અસર થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ વિશે માહિતી આદાન-પ્રદાન કરી છે. અંબાલાલ જણાવે છે કે, હવે પ્રી-મોન્સુન એક્ટિવિટી જોર પકડતી જશે, રાજ્યના ઘણાં ભાગોમાં આંધી-વંટોળ સાથે પ્રી-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

અંબાલાલે વિસ્તાર સાથે આગાહી કરતાં વાત કરી કે દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ, ધંધૂકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. પંચમહાલ, ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રી-મોન્સુન એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ચોમાસું પણ વહેલુ આવશે એવું લાગી રહ્યું છે. કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું હોવાના પણ સમાચાર છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેવાની હવામાન વિભાગને પણ અપેક્ષા છે.

હવામાન વિભાગ કહે છે કે ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે. જો કે આગાહીકાર અંબાલાલ પટેલ 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યાં છે.